વિરાટ કોહલીએ દીકરીનો જન્મ થયો હોવાની માહિતી આપી અને પ્રાઇવસી જાળવવા અપીલ પણ કરી. બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી અને વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માએ મુબઇની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં આજે બપોરે પુત્રીને જન્મ આપ્યો છે, વિરાટે સોશિયલ મિડિયા  સ્ટેટમેન્ટ દ્વારા પુત્રીનાં જન્મનાં સમાચાર આપ્યા.

તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું “અમને બંનેને એ બાબત જણાવતા આનંદ થાય છે કે આજે બપોરે અમારા ત્યાં પુત્રીનો જન્મ થયો છે, અમે તમારા પ્રેમ અને મંગળકામનાઓ માટે દિલથી આભારી છિએ, અનુષ્કા અને પુત્રીની તબિયત સારી છે, તે અમારૂ સૌભાગ્ય છે કે અમને આ જિંદગીનાં આ ચેપ્ટરની અનુભુતી કરવા મળી, અમે જાણીએ છિએ કે તમે એ જરૂર સમજશો કે આ સમયે આપણે બધાએ થોડી પ્રાયવસી જોઇએ.

મહત્વનું છે કે આ સમાચાર આવ્યા બાદ વિરાટ અને અનુષ્કાનાં ફ્રેન્સમાં ખુશી વ્યાપી ગઇ છે, તાજેતરમાં  જ વિરાટ અને અનુષ્કા અને રેગ્યુલર ચેકઅપ માટે જતાં જોવા મળતા હતા, પુત્રીનાં જન્મ બાદ વિરાટ અને અનુષ્કા પર અભિનંદનની વર્ષા થઇ રહી છે.

આપને જણાવી દઈએ છે કે અનુષ્કા અને વિરાટ કોહલીએ ગત વર્ષે તેમના ચાહકોને જાન્યુઆરી 2021માં નવા મહેમાન આવવાનો છે, તેના સમાચાર આપ્યા હતાં, ત્યારથી અનુષ્કા ચર્ચામાં હતી. અને તે અવારનવાર બેબી બંપ ફ્લોન્ટ કરતી તસવીરો શેર કરતી હતી. તેણે એક મેગેઝીનનાં કવર પેજ  માટે ફોટોશુટ પણ કરાવ્યું હતું.