આજ રોજ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં આવેલ મોટીઢોલ ડુંગરી ગામમાં ધરમપુર તાલુકા વિકાસ અધિકારી સાહેબના હસ્તે નવી ગ્રામ પંચાયતનું ખાતર્મુહુતની ક્રિયા કરવામાં આવ્યું.

આ ગામની નવી બનવા જઈ રહેલી પંચાયત ની બજેટ અંદાજીત કિંમત ૧૩, ૪૬ ૦૬૨- તેર લાખ છેતાલીસ હજાર બાસાઠ રૂપિયા રૂપિયાની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પંચાયતની કામ મળેલી વિગતો પ્રમાણે આ મહિનાથી શરુ કરી દેવામાં આવશે અને આવનારા થોડા સમયમાં મકાન બનાવી લોકોની સેવામાં ખુલ્લું મૂકી દેવામાં આવશે.

આ ખાતર્મુહુત કાર્યક્રમમાં ધરમપુર તાલુકાના S.O પ્રણવ સાહેબ સરપંચશ્રી નવીનભાઈ ધરમપુર તાલુકા યૂથ કૉંગ્રેસ પ્રમુખ કલ્પેશ પેટલ તલાટીકમ મંત્રી જયેશભાઇ આપણી પ્રાથમિક શાળા આચાર્ય સાહેબ અને શિક્ષકો અને ગ્રામપંચાયતના સભ્યશ્રીઓ અને ગામના વડીલો યુવાનો અને બહેનોએ પોતાની હાજરી આપી હતી.