દક્ષિણ ગુજરાતના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં નાયબ પોલીસ અધિક્ષક, પી.એસ.આઈ સહિત આઠ પોલીસ કર્મચારીઓ મળી કુલ ૧૦ કર્મીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ આંકડો હાલના સમયમાં ૧૫૪ પર પોહચ્યો છે. જિલ્લાના આદિવાસી વિસ્તારમાં કોરોના મહામારીએ પ્રમાણ વધતા પરિસ્થિતિ ચિંતાજનક બનવા પામી છે.

ગઈકાલે ડાંગ જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક, પી.એસ.આઈ. અને અન્ય આઠ જેટલા પોલીસ કર્મચારીઓ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ડાંગ આરોગ્ય વિભાગ હરકતમાં આવી દોડતુ થઇ ગયું હોવાનું સુત્રોનું કહેવું છે. માહિતી મળતાની સાથે જ આરોગ્ય વિભાગની ટીમે આ તમામ ૧૦ પોઝિટિવ દર્દીઓને કોવિડ કેર હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

સુત્રોના જણાવ્યા અનુસાર હાલના સમયમાં ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાનો કુલ આંકડો ૧૫૪ થયો છે. જેમાંથી ૧૩૩ જેટલા દર્દીઓ રજા આપવામાં આવી છે. જ્યારે આજનાં કેસોની સાથે હાલમાં ૨૧ જેટલા દર્દીઓ એક્ટિવ હોય જે કોવિડ કેર હોસ્પિટલ સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.