કોરોનાની સ્થિતિ સુધરી છે અને હવે વેક્સિન ક્યારે આવે તેની રાહ જોવાઇ રહી છે. વેક્સિનેશન પૂર્વે ડ્રાય રનનો આવતી આજથી ગુજરાતમાં પ્રારંભ થશે.

આજથી દાહોદ,વલસાડ, આણંદ જિલ્લામાં તેમજ ભાવનગર મહાનગર પાલિકામાં કોરોના વેક્સિન માટે ડ્રાય રન યોજાશે. જેમાં દાહોદમાં ઝાયડસ મેડિકલ કોલેજ, ભાવનગરમાં સર-ટી જનરલ હોસ્પિટલ, વલસાડમાં જી.એમ.ઈ.આર.એસ મેડિકલ કોલેજ, આણંદમાં ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે તથા આ તમામ જિલ્લાઓના એક-એક શહેરી આરોગ્ય કેન્દ્ર, એક આઉટરીચ સેન્ટરમાં ડ્રાય રન યોજવામાં આવશે.

કુલ ૨૫-૨૫ વ્યક્તિને આ ડ્રાય રન માટે બોલાવવામાં આવશે. કોરોના વેક્સિનનું આગમન થાય ત્યારે વેક્સિનેશનની કામગીરીમાં કોઇ અડચણ નડે નહીં તે આ ડ્રાય રન માટે નો હેતુ છે. ગુજરાતમાં અગાઉ ગાંધીનગર અને રાજકોટ જિલ્લામાં તૈયાર કરાયેલા ૧૯ બૂથમાં વેક્સિનના ડ્રાય રનનું આયોજન કરાયું હતું.