એલપીજી ગેસ સિલિન્ડર બુક કરાવવું હવે ઇન્ડેન ગેસના ગ્રાહકો માટે પહેલા કરતા વધારે સરળ બની રહ્યુ છે. માત્ર એક મિસ કોલ કરશો અને તમે ગેસ બુક કરાવી શકશો. ઇન્ડિયન ઓઇલ એલપીજી ગ્રાહકો હવે દેશમાં તમે કોઈપણ ખુણેથી એક મિસ કોલ કરીને તમારા સિલિન્ડરને બુક કરી શકો છો. મિસ કોલ માટે ઇન્ડેને જારી કરેલો નંબર છે – 8454955555.

આ અંગે શુક્રવારે એક સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. ગેસ સિલિન્ડર બુક મિસ કોલ દ્વારા સરળતાથી મળશે. કેટલીક વાર કસ્ટમર કેરમાં બુક કરાવવા માટે ગ્રાહકોને ખુબ જ પ્રતિક્ષા કરવી પડતી હોય છે જો કે હવે આ સુવિધાથી ફાયદો થશે. ઉપરાંત, IVRS કોલ્સમાં મુશ્કેલી આવતી હતી. સાથે બુજુર્ગ લોકોને આનાથી ફાયદો થશે. ગ્રાહકોને કોઈ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે નહીં.

આ સુવિધાથી IVRS કોલમાં મુશ્કેલીનો સામનો કરનારા લોકો માટે એલપીજી ( LPG ) ગેસ બુક કરાવવાનું સરળ બનશે. ઓઇલ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને શુક્રવારે ભુવનેશ્વરથી આ સુવિધા શરૂ કરી. એલપીજી કનેક્શનની સુવિધા 6 વર્ષમાં 17 કરોડ લોકો સુધી પહોંચી ભુવનેશ્વરમાં આજે એલપીજી કનેક્શન માટેની મિસ્ડ કોલ સેવા પણ શરૂ કરવામાં આવી છે. ખૂબ જ ટૂંક સમયમાં તે દેશના અન્ય શહેરોમાં શરૂ કરવામાં આવી હતી.

ગેસ એજન્સીઓ અને ડિસ્ટ્રિબ્યુટરને ખાતરી આપી કે ગેસ ડિલિવરીની અવધિ એક દિવસથી ઘટાડીને થોડા કલાકો ઓછી કરી દેવામાં આવી છે. 2014 પહેલા લગભગ 6 દાયકામાં એલપીજી કનેક્શન 2 કરોડ લોકો પાસે હતા. હવે તે છેલ્લા 6 વર્ષમાં વધીને 30 કરોડ થઈ ગયા છે.