ભારતને ત્રીજી ટેસ્ટ પહેલાં મોટો ઝટકો લાગ્યો છે. ફાસ્ટ બોલર ઉમેશ યાદવ ઓસ્ટ્રેલિયા સીરિઝમાંથી બહાર થઈ ગયો છે.તે સીરિઝમાં બાકીની બે મેચ રમી શકશે નહીં. ઉમેશ ભારત પરત ફરી રહ્યો છે. ઉમેશ યાદવને પગની માંસપેશીઓમાં હેમસ્ટ્રિંગની ઈજા થવાને કારણે ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટના ત્રીજા દિવસ દરમિયાન મેદાન છોડી દેવું પડ્યું હતું. ઈજાગ્રસ્ત મોહમ્મદ શમી અને ઇશાંત શર્માની ભારતને પહેલેથી અછત અનુભવ થઈ રહ્યો છે. અને હવે ઉમેશની ઈજાને કારણે ચાર મેચની શ્રેણીમાં તેની મુશ્કેલીઓ વધી ગઈ છે. મેલબોર્ન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને ટીમ ઈન્ડિયાએ 8 વિકેટે પરાજય આપ્યો હતો અને સીરિઝ 1-1 થી બરાબર પર છે.

જયારે બીજી બાજુ રોહિત શર્મા ટીમ ઇન્ડિયા આવી ગયો છે. ગુરુવારે તેણે મેલબોર્નમાં નેટ પર પોતાનું પરીક્ષણ કર્યું હતું. જ્યારે ટીમ ઈન્ડિયાના બાકીના ખેલાડીઓ બે દિવસના બ્રેક પર છે. ત્રીજી ટેસ્ટ 7 જાન્યુઆરીથી સિડનીમાં રમાશે. ટીમો સામાન્ય રીતે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ સિડનીમાં આવે છે, પરંતુ શહેરમાં કોરોનાના નવા કેસોને લીધે ખેલાડીઓ અને અધિકારીઓ આ વર્ષે લાંબા સમય સુધી મેલબોર્નમાં રોકાશે. મેલબોર્નમાં રમાયેલી બીજી ટેસ્ટ દરમિયાન ઉમેશ ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગ દરમિયાન આઠમી અને ચોથી ઓવર કરતી વખતે ભારે પીડાને કારણે લપસી પડ્યો હતો. તેણે તુરંત મેડિકલ ટીમને બોલાવી. આ પછી તે લંગડાતા ડ્રેસિંગ રૂમમાં ગયો હતો.

ભારતીય ક્રિકેટ બોર્ડની તબીબી ટીમે એક નિવેદન બહાર પાડતાં કહ્યું છે. ચોથી ઓવર કરતી વખતે ઉમેશ યાદવને પીડા થઈ હતી અને બીસીસીઆઈની મેડિકલ ટીમે તેની તપાસ કરી હતી. તેને હવે સ્કેન માટે લઈ જવામાં આવી રહ્યો છે. ઉમેશ આ પહેલા તેની બીજી ઓવરમાં ઓપનર જો બર્ન્સને આઉટ કર્યો હતો અને તે સારી લયમાં લાગ્યો હતો. પ્રથમ ટેસ્ટ મેચ રમતા મોહમ્મદ સિરાજે તેની ઓવર પૂરી કરી હતી.