ભરૂચ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યુ છે. ભાજપ સાંસદ મનસુખ વસાવાએ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને પત્ર લખી રાજીનામું આપ્યુ છે.

મનસુખ વસાવાએ પત્રમાં જણાવ્યુ કે ભાજપે મને ઘણુ આપ્યુ છે, કેન્દ્રીય નેતાગીરીનો હું આભાર માનું છું. મે પક્ષ માટે વફાદારી રાખી છે, પક્ષના મૂલ્યો જીવનના મૂલ્યો પણ અમલમાં મુક્યા છે. હું એક માનવી છું, મારી જાણે અજાણે કોઇ ભૂલ થઇ હોય છે, મારી ભૂલના કારણે પક્ષને નુકસાન પહોચે એ કારણોસર હું પક્ષમાંથી રાજીનામું આપુ છું. મનસુખ વસાવાએ વધુમાં કહ્યુ કે, બજેટ સત્ર દરમિયાન લોકસભા સભ્ય પદેથી પણ લોકસભા સ્પીકરને રૂબરૂ મળી રાજુનામુ આપીશ.

ઉલ્લેખનીય છે કે મનસુખ વસાવાએ નર્મદા જિલ્લાના 121 ગામોને ઇકો સેન્સિટિવ ઝોનમાં સમાવેશનો વિરોધ કર્યો હતો અને વડાપ્રધાનને પત્ર લખી 121 ગામો માંથી ઇકો સેન્સિટિવ ઝોન હટાવવાની માંગ કરી હતી. મનસુખ વસાવાના ઇકો સેન્સિટિવ ઝોન વિરોધના પગલે પક્ષ નારાજ હોય એવી ચર્ચાઓ ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ડીસીઝન ન્યૂઝ સાથે. લાઇક, સેર અને ફોલો કરી શકો છો.