ભરૂચ સાંસદ મનસુખ વસાવાના રાજીનામાને પગલે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે કહ્યુ કે, મનસુખ વસાવા અમારા સીનિયર નેતા અને સાંસદ છે. મનસુખ વસાવાએ રાજીનામું નથી આપ્યુ, તેમણે કહ્યુ કે બજેટ સત્રમાં દિલ્હી જઇશ ત્યારે રાજીનામું આપીશ તેવો મને પત્ર લખ્યો છે. 2 દિવસ પહેલા પણ તેમની સાથે વાત થઇ હતી, તેમણે કેટલાક મુદ્દા પર મન દુઃખ હતું તે વાત કરી હતી. સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મીટિંગ થઇ હતી જેમાં ચર્ચા કરી હતી અને અમે નિરાકરણ લાવવાની વાત કરી છે અને જલ્દી સમાધાન થઇ જશે. મનસુખ વસાવા સીનિયર સાંસદ છે અને તેમની લાગણી ના દુભાય તેવા પ્રયત્ન કરીએ છીએ.

સીઆર પાટિલે કહ્યુ કે, નર્મદામાં ઇકો સેન્સેટીવ ઝોન જે ઘણા વર્ષો પહેલા જાહેર કરવામાં આવ્યુ હતું, તેને લઇને વાત થઇ છે. કલેક્ટર દ્વારા જે એન્ટ્રી કરવામાં આવી છે, તેને લઇ કેટલાક લોકો દ્વારા ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, અમે તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે તેમની ગેરસમજ દૂર થાય.

સીઆર પાટિલે વધુમાં જણાવ્યું હતું કે, તે ઘણા સેન્સેટિવ માણસ છે, મનસુખ વસાવા લાગણીશીલ છે અને હંમેશા લોકો માટે લડે છે અને તેમની રજૂઆતો સાંભળી યોગ્ય નીરાકરણ લાવે છે, તે ઘણુ સારૂ કામ કરતા આવ્યા છે. આવા વ્યક્તિ અમારા સાંસદ છે તે અમારા માટે ગૌરવની વાત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ડીસીઝન ન્યૂઝ સાથે. લાઇક, સેર અને ફોલો કરી શકો છો.