મેલબર્નમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની સિરીઝની બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસ સોમવારના ભારતીય ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ટીમમાં આક્રમક બોલિંગ કરનાર ઉમેશ યાદવ ઈજાગ્રસ્ત થયો છે. તે લંગડાતો મેદાનથી બહાર થયો છે. તેણે દિવસના બીજા સત્રમાં ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન જો બર્ન્સને આઉટ કર્યો અને ત્યાબાદ ઇજાગ્રસ્ત થયો. તેની ચોથી ઓવરના ત્રીજો બોલ ફેંક્યા બાદ ઉમેશના પગમાં તકલીફ થઈ.

ઉમેશ યાદવની ઈજા અંગે બીસીસીઆઈ દ્વારા નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. નિવેદન અનુસાર, ઉમેશ યાદવને પગમાં દુખાવો છે અને હવે તેનું સ્કેન કરવામાં આવશે. બીસીસીઆઈએ કહ્યું, ઉમેશે તેની ચોથી ઓવર ફેંકતી વખતે પગમાં દુ:ખની ફરિયાદ કરી. તબીબી ટીમે તેની તપાસ કરી. હવે તેનું સ્કેન કરવામાં આવશે.

જો ઉમેશ મેદાન પર નહીં આવે તો ભારત માટે તે મોટો ઝટકો હશે કારણ કે મોહમ્મદ શમી અને ઇશાંત શર્મા પહેલાથી જ ઈજાગ્રસ્ત છે. ઇશાંત ઈજાને કારણે ઓસ્ટ્રેલિયા આવ્યો ન હતો. પ્રથમ ટેસ્ટ મેચમાં શમીને ઈજા થઈ હતી જેના કારણે તે ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.

બીજી ટેસ્ટના ત્રીજા દિવસે સોમવારે તે તેની પ્રથમ ઇનિંગ્સમાં 326 રનમાં ઓલઆઉટ થઈ ગયો હતો. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગ્સમાં ફક્ત 195 રન બનાવ્યા હતા. આ સંદર્ભમાં ભારતને 131 રનની લીડ છે. ભારતે દિવસની શરૂઆત બીજા દિવસે પાંચ વિકેટના નુકસાન પર 277 રન સાથે કરી હતી. કેપ્ટન અજિંક્ય રહાણે 112 રન બનાવીને આઉટ થયો હતો. રવીન્દ્ર જાડેજાએ તેની અડધી સદી પૂરી કરી. મિશેલ સ્ટાર્કે 57 રનના વ્યક્તિગત સ્કોર પર તેની વિકેટ ઝડપી હતી. રહાણે અને જાડેજાએ 121 રનની ભાગીદારી નોંધાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ડીસીઝન ન્યૂઝ સાથે. લાઇક, સેર અને ફોલો કરી શકો છો.