પૂર્વ ક્રિકેટર અને BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીની BJPમાં એન્ટ્રીની અટકળો તેજ થઇ ગઇ છે. ગઇકાલે સૌરવ ગાંગુલી અચાનક પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડેને મળવા પહોંચ્યા અને આજે તેઓ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે બેઠક યોજવાની માહિતી મળી રહિ છે. ગઇકાલની મુલાકાતને રાજભવન એ લગભગ ઔપચારિક ગણાવી હતી પરંતુ કેટલાંય પ્રકારની અટકળો તેજ થવા લાગી રહી છે.

રાજ્યપાલને મળવાના સવાલ પર સૌરવ ગાંગુલીએ કહ્યું કે તે કેમ કોઈને મળી શકે નહીં? દરમિયાન સૌરવ ગાંગુલી આજે દિલ્હી આવી રહ્યા છે. તે DDCAના એક કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે. વાત એમ છે કે આજે કોટલા મેદાનમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીની પ્રતિમાનું અનાવરણ થવાનું છે. આ કાર્યક્રમમાં સૌરવ પણ ભાગ લેશે.

બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલી ગઈકાલે રાજ્યપાલ જગદીપ ધનખડેને મળ્યા હતા. રાજભવનમાંથી બહાર નીકળ્યા બાદ સૌરવ ગાંગુલીએ પોતાની મુલાકાતને ‘કર્ટસી કોલ’ સિવાય પત્રકારોના કોઈપણ સવાલોના જવાબ આપ્યા ન હતા. જો કે રાજ્યપાલ ધનખડે એ કહ્યું કે સૌરવ ગાંગુલીની સાથે તેમની કેટલાક મુદ્દાઓ પર ચર્ચા થઇ.

રાજ્યપાલ જગદીપ ધનખડ એ તેમના ટ્વિટર એકાઉન્ટ પર સૌરવ ગાંગુલીની તસવીરો અને વીડિયો શેર કર્યા છે. રાજ્યપાલે લખ્યું, ‘આજે સાંજે 4.30 સવારે બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીને રાજ ભવન ખાતે મળ્યા અને ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી. મેં ઇડન ગાર્ડનની મુલાકાતે આવવાના તેમના પ્રસ્તાવને સ્વીકારી લીધો છે. આ દેશનું સૌથી જૂનું ક્રિકેટ ગ્રાઉન્ડ છે, જેની 1864માં સ્થાપના થઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ડીસીઝન ન્યૂઝ સાથે. લાઇક, સેર અને ફોલો કરી શકો છો.