વોટ્સએપ છેલ્લા ઘણા મહિનાઓથી મલ્ટી ડિવાઇસ સપોર્ટ સુવિધા લાવવાની તૈયારીમાં છે. આના માધ્યમથી, યૂઝર્સ એક કરતા વધુ ડિવાઇસ પર એક જ વોટ્સએપ એકાઉન્ટનો ઉપયોગ કરી શકશે. તાજેતરના અહેવાલમાં જાણવા મળ્યું છે કે વોટ્સએપના મલ્ટિ ડિવાઇસ સપોર્ટ ફીચરનું પરીક્ષણ શરૂ થયું છે.

વોટ્સએપના મલ્ટી ડિવાઇસ સપોર્ટ ફીચરને લગતી આ માહિતી ટેક બ્લોગ WABetaInfoએ ટ્વીટ કરીને આપી છે. રિપોર્ટ પ્રમાણે ગયા અઠવાડિયે વોટ્સએપએ મલ્ટિ ડિવાઇસ સપોર્ટનું પરીક્ષણ શરૂ કર્યું હતું. એક જ વોટ્સએપ એકાઉન્ટથી જુદા જુદા ડિવાઈસને કોન્ફિગર કરી કોલનું ટેસ્ટિંગ થઈ રહ્યું છે.

જો કે, વોટ્સએપની મલ્ટિ ડિવાઇસ સપોર્ટ સુવિધા વિશે હજી સુધી કોઈ ડેટા ઉપલબ્ધ નથી. વોટ્સએપનું મલ્ટિ-ડિવાઇસ સપોર્ટ ફીચર આવ્યા બાદ યુઝર્સ એક સાથે 4 જુદા જુદા ડિવાઇસ પર એક જ વોટ્સએપ એકાઉન્ટ ચલાવી શકશે.

ઉલ્લેખનીય છે કે, હજી WhatsApp Webનો ઉપયોગ કરવા માટે પ્રાથમિક ડિવાઇસ પર એક્ટિવ ઇન્ટરનેટ કનેક્શન આવશ્યક છે, જે નવી સુવિધા આવ્યા પછી થશે નહીં. અગાઉ એમ પણ કહેવામાં આવ્યું હતું કે વોટ્સએપમાં Linked Devices સેક્શન અંતર્ગત મલ્ટિ-ડિવાઇસ સપોર્ટ સુવિધા મળશે. નવા ડિવાઇસ ઉમેરવા માટે યુઝરને Link a New Device Option પર ટેપ કરવું પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ડીસીઝન ન્યૂઝ સાથે. લાઇક, સેર અને ફોલો કરી શકો છો.