સીબીએસઇ બોર્ડની પરીક્ષાની તારીખને લઈને વિદ્યાર્થીઓ અને માતા-પિતા બંને સતત મૂંઝવણની સ્થિતિમાં છે. જો કે, કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરીયાલ નિશાંકે પહેલેથી જ માહિતી આપી હતી કે વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે સમય આપવામાં આવશે, એટલે કે ફેબ્રુઆરીમાં પરીક્ષાના સમાચાર ખોટા છે. હવે આ વાતનો જવાબ મળવાનો સમય આવી ગયો છે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરીયાલ નિશાંકએ શનિવારે ટ્વીટ કર્યું છે કે તેઓ 31 ડિસેમ્બરે બોર્ડની પરીક્ષાની તારીખની જાહેરાત કરશે. શિક્ષણ મંત્રીએ ટ્વીટ કર્યું છે, ‘વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મોટી જાહેરાત.
https://twitter.com/DrRPNishank/status/1342849215290986497?s=20
હું તે તારીખની જાહેરાત કરીશ જ્યારે 2021માં CBSE બોર્ડ પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ક્યારે શરૂ થશે. અમારી સાથે જોડાયેલા રહો. તેમના ટ્વીટની સાથે તેમણે એક ગ્રાફ પણ શેર કર્યો જેમાં તેણે કહ્યું છે કે 31 ડિસેમ્બરે સાંજે 6 વાગ્યે બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ડીસીઝન ન્યૂઝ સાથે. લાઇક, સેર અને ફોલો કરી શકો છો.