પ્રતીકાત્મક ફોટોગ્રાફ્સ

આજે 24 ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આપણા પૈકી અનેક લોકો આ દિવસ અને ગ્રાહકોના અધિકારો વિશે વધુ માહિતી નથી ધરાવતા અને ન તો તેને ખાસ મહત્ત્વ આપે છે. આ બાબતને ધ્યાને લઈને જ ગ્રાહકોમાં તેમના અધિકારોને લઈ જાગૃતિ ફેલાવવા માટે જ આ દિવસની ઉજવણી કરવાની શરૂઆત થઈ હતી. આ દિવસે ગ્રાહકોના અધિકારો વિશે સજાગ કરવા ઉપરાંત તેની અગત્યતા અને ગ્રાહકોની જવાબદારીઓ પણ જણાવવામાં આવે છે.

24 ડિસેમ્બર 1986ના રોજ Consumer Protection Act Bill પાસ કરવામાં આવ્યું હતું. બીજી તરફ વર્ષ 1991 અને વર્ષ 1993માં આ અધિનિયમમાં સંશોધન કરવામાં આવ્યા હતા. આ અધિનિયમને વધુમાં વધુ ઉપયોગમાં લાવવા માટે વર્ષ 2002ના ડિસેમ્બર મહિનામાં એક વ્યાપાર સંશોધન લાવવામાં આવ્યું. ત્યારબાદ ગ્રાહક સંરક્ષણ અધિનિયમને 15 માર્ચ 2003થી લાગુ કરવામાં આવ્યું. ગ્રાહક સંરક્ષણ નિયમોને 1987માં પણ સંશોધિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 5 માર્ચ 2004ના રોજ તેને પૂર્ણ રૂપથી માન્યતા આપવામાં આવી. વર્ષ 2000માં નેશનલ કન્ઝ્યૂમર દિવસને પહેલીવાર મનાવવામાં આવ્યો. આ ઉપરાંત દર વર્ષે 15 માર્ચે World Consumer Rights Day ઉજવવામાં આવે છે. દર વર્ષે 24 ડિસેમ્બરે સેમિનારો આયોજિત કરીને ગ્રાહકોને જાગૃત પણ કરવામાં આવે છે.

વર્ષ 2000થી ઉજવવામાં આવી રહેલા રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસનો ઉદ્દેશ્ય છે કે દેશના દરેક ગ્રાહક પોતાના અધિકારો પ્રત્યે સજાગ થાય અને જાગૃત રહે. આ વર્ષે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસની થીમ સસ્ટેનેબલ કન્ઝયૂમર રાખવામાં આવી છે.

આ અધિકારોનો ઉપયોગ કરીને હવે ગ્રાહકો કોઈ પણ સમસ્યાનો ઉકેલ મેળવી શકે છે, સુનાવણીનો અધિકાર, સુરક્ષાનો અધિકાર, સૂચનાનો અધિકાર, પસંદગીનો અધિકાર, નિવારણનો અધિકાર, ગ્રાહક શિક્ષણનો અધિકાર.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ડીસીઝન ન્યૂઝ સાથે. લાઇક, સેર અને ફોલો કરી શકો છો.