ગંગૂબાઈ કાઠિયાવાડી ફિલ્મની જાહેરાત કરી દેવામાં આવી છે. ચાહકો આ ફિલ્મનું આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો કે આ સંજય લીલા ભણસાલી અને આલિયા ભટ્ટની ફિલ્મ હાલ વિવાદમાં ફસાઈ ગઈ છે. ગંગૂબાઈના પરિવારે ફિલ્મ નિર્માતા અને અભિનેત્રી આલિયા ભટ્ટ ઉપર બોમ્બે સિટી સિવિલ કોર્ટમાં કેસ દાખલ કરી દીધો છે. આ ફિલ્મની કહાનીને લઈને ગંગૂબાઈના પરિવાર દ્વારા અનેક આરોપ લગાવવામાં આવ્યા છે.
View this post on Instagram
ગંગૂબાઈના પરિવારે ફિલ્મના લેખક હુસૈન જૈદી, સંજય લીલા ભણસાલી અને આલિયા ભટ્ટની વિરૂદ્ધ કેસ દાખલ કરી દીધો છે. કોર્ટે આ મામલામાં આ ત્રણેને 7 જાન્યુઆરી 2021ના રોજ જવાબ આપવાનો હુકમ કર્યો છે. સંજય લીલા ભણસાલી દ્વારા બનાવવામાં આવી રહેલી ફિલ્મ ગંગૂબાઈના લેખક હુસૈન જૈદીના પુસ્તક માફિયા ક્વીન્સ ઓફ મુંબઈના આધારે બનાવવાં આવી રહી છે. આ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવી રહ્યું છે. એવામાં હવે ફિલ્મની વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવતા એક મોટી મુશ્કેલી ઉભી થઈ ગઈ છે. જો કે હવે આ મામલામાં આલિયા અને સંજયની તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.
ગંગૂબાઈ કાઠિયવાડી પોતાના સમયની એક માફિયા ક્વીન હતી. ગંગૂબાઈના પતિએ તેમને રૂ.500 માટે વેચી દીધા હતા. તેના પછીતી ગંગૂબાઈ વેશ્યાવૃત્તિમાં લિપ્ત થઈ ગઈ હતી. તેણીએ અસહાય અને જરૂરિયાતમંદ છોકરીઓ માટે ખુબ કામ કર્યું છે. ગંગૂબાઈના રોલમાં આલિયા ભટ્ટ નજરે પડશે. ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં અજય દેવગણ એક કેમિયો રોલમાં નજરે પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ડીસીઝન ન્યૂઝ સાથે. લાઇક, સેર અને ફોલો કરી શકો છો.