સુરત: આવતીકાલે યોજાનારી વીર નર્મદ યુનિ.ની એકડેમિક કાઉન્સિલની બેઠકને લઇને શિક્ષણવિદ્દો મીટ માંડીને બેઠા છે. યુનિ.માં આવતીકાલે એકેડેમિક કાઉન્સિલની આ બેઠકમાં અલગ અલગ અભ્યાસક્રમોની બાકી રહેલા પરીક્ષાઓ અંગે પણ ઠોસ નિર્ણય લેવાશે. સુત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે કોરોનાને પગલે ઘણી પરીક્ષાઓ ખોરવાઇ ગઇ હતી. જેની તારીખો જાહેર કરવા સાથે આગળનો શિડ્યુઅલ પણ જાહેર કરાશે. મોટાભાગની પરીક્ષાઓ જાન્યુઆરી તેમજ ફેબ્રુઆરીના સેકન્ડ વીકમાં યોજાશે. આ પરીક્ષાઓને લઇને વાલી તેમજ વિદ્યાર્થીઓમાં પણ ભારે આતુરતા હતી. જેનો આવતીકાલે અંત આવી જશે.

કાર્યકરી કુલપતિએ ઓનલાઇન મીટિંગ યોજી મેડિકલની પરીક્ષાઓ માટે ગુરૂવારે વીર નર્મદ યુનિ. સંલગ્ન મેડિકલ કોલેજોમાં લાંબા સમયથી પેન્ડિંગ રહેલી પરીક્ષાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ મીટિંગમાં થર્ડ MBBS ભાગ-૨ મેડિસિન સર્જરી પીડિયાટ્રિકસ તથા ગાયનેકોલોજી વિભાગના HOD જોડાયા હતા. આ સેશન બાદ થર્ડયર ભાગ-૨ અને સેકન્ડ યર MBSSના અલગ અલગ વિષયોના હેડ સાથે ચર્ચા કરવામાં આવી. આ પરીક્ષાઓને લઇને ઘણા મતમતાંતર હતા. મેડિકલની વિવિધ પરીક્ષાઓ જાન્યુઆરીમાં યોજાનારી હતી. જે હવે ફેબુઆરી મહિનામાં યોજાશે. જેની વિધિવત તારીખો આવતીકાલે એકેડેમિક કાઉન્સિલ બાદ યોજાશે.

યુનિ.ના સેનેટ સદસ્ય ડો. મહેન્દ્રસિંહ ચૌહાણે કહ્યું હતું કે આઠ વરસ પહેલા બંધ કરાયેલી ફર્સ્ટ MBSSની પૂરક પરીક્ષા ફરી શરુ કરાશે ૨૦૧૨થી પ્રથમ વર્ષ MBBSની સપ્લિમેન્ટરી પરીક્ષા બંધ કરી દેવાઇ હતી. જે સરકારે નવા બનાવેલા મેડિકલ કમિશનમાં નવી જોગાવાઇ સાથે લેવા જણાવાયું હતું. નેશનલ મેડિકલ કમિશનની ગાઇડલાઇન અનુસાર આ વર્ષે પ્રથમ વર્ષ MBSSની પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવશે.

ડો. મહેન્દ્રસિંહ ચૌહાણે વધુમાં કહ્યું કે હવેથી પ્રથમ વર્ષ MBSSની પરીક્ષા પૂરી થયા બાદ પંદર દિવસ પછી સેકન્ડ યર MBSSના કલાસિસ શરુ કરી દેવાશે. ખાસ કરીને ક્લિનિકલ કલાસિસ માટે આ નવો સુધારો કરાયો છે. હવે જોવું રહ્યું કે કાલે યોજાનારી બેઠકમાં શું નિર્ણય આવશે છે અને એ વિષયમાં વાલીઓ અને વિદ્યાર્થીઓના પ્રતિભાવ હોય છે.