સૈફ અલી ખાન સ્ટારર સિરીઝ ‘તાંડવ’નું ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ સિરીઝ આવતા વર્ષે 15 જાન્યુઆરીએ એમેઝોન પ્રાઈમ પર સ્ટ્રીમ થશે. નવ એપિસોડની આ પોલિટિકલ ડ્રામા સિરીઝને અલી અબ્બાસે ડિરેક્ટ કરી છે. હિમાંશુ મેહરાએ પ્રોડ્યુસ કરી છે. આ સિરીઝ નવ એપિસોડની છે.

એક મિનિટના ટીઝરની શરૂઆતમાં ભીડ તથા પોલિટિકલ ઝંડા જોવા મળે છે. સૈફ રાજકારણીના રોલમાં છે. ટીઝરમાં સૈફની ઈમ્પ્રેસિવ એન્ટ્રી જોવા મળી. બેકગ્રાઉન્ડમાં વોઈસ ઓવરે છે, હિન્દુસ્તાન કો સિર્ફ એક હી ચીજ ચલાતી હૈ, રાજનીતિ. ઈસ દેશ મેં જો પ્રધાનમંત્રી હૈ વો હી રાજા હૈ.

સૈફ અલી ખાન ‘તાંડવ’માં લીડ રોલમાં છે. આ ઉપરાંત સિરીઝમાં ડિમ્પલ કાપડિયા, તિગ્માંશુ ધુલિયા, સુનીલ ગ્રોવર, ઝિશાન અયુબ ખાન, કૃતિક કામરા, કુમુદ મિશ્રા, ગૌહર ખાન, અનુપ સોની, સારાહ જેન ડાઈસ, કૃતિકા અવસ્થી, ડિનો મોરિયા તથા પરેશ પહુઝા છે. ટીઝરમાં મોટા ભાગના કલાકારોની ઝલક જોવા મળે છે. સિરીઝમાં રાજકીય દાવ-પેચ જોવા મળશે.

અલી અબ્બાસ અને ડિમ્પલ કાપડિયા પણ આ સિરીઝથી ડિજિટલ ડેબ્યુ કરી રહ્યાં છે. અલી અબ્બાસે કહ્યું હતું, “તાંડવ” ના માધ્યમથી અમે દર્શકોને રાજકારણમાં સત્તાની ભૂખી દુનિયામાં લઈ જઈશું. તમે શો જોશો કે કોઈ સાચું કે કોઈ ખોટું નથી. કોઈ બ્લેક કે વ્હાઈટ નથી. તમને ગ્રે શેડ્સ જોવા મળશે.