પ્રતીકાત્મક ફોટોગ્રાફ્સ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1120 નવા કેસ નોંધાયા છે. સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ અમદાવાદની છે. અમદાવાદમાં કેસમાં ઘટાડો આવ્યો છે. ત્યારે આજે શહેરમાં 237 અને જિલ્લામાં 10 કેસ નોંધાયા છે. રાજ્યમાં વધુ 11 દર્દીનાં નિધન થતા કોરોનાની કાતિલ રફતાર જોવા મળી છે. રાજ્યમાં અત્યારસુધીમાં કોવિડના કારણે કુલ 2,28,803 દર્દીઓ સંક્રમિત થઈ ચુક્યા છે. આ સાથે જ અમદાવાદમાં કુલ કેસનો આંકડો 55000ને પાર થઈ ગયો છે.

રાજ્યમાં નવા નોંધાયેલા કેસ ભાવનગરમાં 16, જૂનાગઢમાં 20, ગીરસોમનાથમાં 10, દાહોદમાં 9, પાટણમાં 9, મહીસાગરમાં 6, અરવલલ્લી, દેવભૂમિ દ્વારકામાં 5-5, નવસારી અને વલસાડમાં 3-3, બોટાદમાં 2-2, તાપીમાં 2, છોટાઉદેપુરમિાં 1, પોરબંદરમાં 1 એમ કુલ મળી 1120 નવા કેસ નોંધાયા છે.

રાજ્યમાં હાલમાં 13018 એક્ટિવ કેસ છે. આ પૈકીના 63 વેન્ટિલેટર પર છે જ્યારે 12955 કેસ સ્ટેબલ છે જ્યારે 2,11,603 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે જ્યારે 4182 દર્દીઓના કમનસીબે મોત થયા છે. આજે પણ 11 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે.

રાજ્યમાં આજે અમદાવાદમાં 7, સુરતમાં 3, વડોદરામાં 1 મળીને કુલ 11 દર્દીના મૃત્યુ સરકારી ચોપડે નોંધાયા છે. જ્યારે રાજ્યમાં સરકારી ચોપડે 4.37 લાખ વ્યક્તિ હોમ ક્વૉરન્ટાઇન છે. રાજ્યમાં આજે 55,807 ટેસ્ટ કર્યા હોવાનું સરકારનું કહેવું છે જ્યારે રાજ્યના રિકવરી રેટ પણ 92.48 ટકા હોવાનું સરકારી ચોપડે નોંધાયું છે.