ભારતના રાજકારણમાં એક બીજાના વિરોધી ગણાતા ભાજપ અને કોંગ્રેસે રાજસ્થાન જિલ્લા પરિષદની ચૂંટણીમાં પ્રમુખ પદ માટે એક ત્રીજી પાર્ટીના ઉમેદવારને રોકવા માટે હાથ મીલાવ્યા છે. ડુંગરપુર જિલ્લામાં ભારતીય ટ્રાઇબલ પાર્ટી (બીટીપી) દ્વારા સમર્થિત ઉમેદવારને યોગ્ય ગણતા પોતાના અસ્તિત્વ પર ખતરો માનતા બન્ને પાર્ટીઓએ સાથે આવવાનો નિર્ણય લીધો છે.
જિલ્લા પરિષદની ચૂંટણીમાં બીટીપીએ 27 અપક્ષ ઉમેદવારોનું સમર્થન કર્યુ હતું, જેમાંથી 13એ જીત મેળવી હતી. જ્યારે ભાજપને 8 અને કોંગ્રેસને 6 બેઠક મળી હતી. એવામાં જિલ્લા પ્રમુખ પદ પર બીટીપીના જીતવાની સૌથી વધુ તક હતી. જ્યા બીટીપી સમર્થિત તમામ 13 જિલ્લા પરિષદ સભ્યોએ પોતાના ઉમેદવાર પાર્વતી ડોડાને સમર્થન આપ્યુ હતું, બીજી તરફ ભાજપ-કોંગ્રેસના સભ્યોએ ભાજપ સમર્થિત અપક્ષ ઉમેદવાર સૂર્ય અહરીના પક્ષમાં મત આપ્યો હતો, જેથી બીટીપીને જિલ્લા પ્રમુખ પદ પર પહોચતા રોકી શકાય.
સૂર્ય અહરી જિલ્લા પરિષદના પ્રમુખ પદ માટે તેમણે ભાજપ અને કોંગ્રેસને કારણે 14 મત સાથે બહુમત મળ્યો હતો, જ્યારે તેમના વિરૂદ્ધ ઉભેલા બીટીપી સમર્થિત પાર્વતી ડોડા એક મતથી હારી ગયા હતા.
BTP नेक है इसलिए बीजेपी कोंग्रेस एक है@ashokgehlot51 जी आपको @narendramodi के @BJP4India साथ हुए नए गठबंधन की शुभकामनाएं @SachinPilot @1stIndiaNews @RJDforIndia @sushant_says @pbhushan1 @News18Rajasthan @zeerajasthan_ @NPDay @TanDhesi @AdityaMenon22 @DeepikaSRajawat #किसान
— Chhotubhai Vasava (@Chhotu_Vasava) December 10, 2020
બીટીપીના સંસ્થાપક છોટુ વસાવાએ ટ્વીટ કરી કહ્યુ, “બીટીપી નેક છે, માટે કોંગ્રેસ-ભાજપ એક છે.” તેમણે કટાક્ષ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતને નવા ગઠબંધન માટે શુભેચ્છા પાઠવી હતી. મહત્વપૂર્ણ છે કે બીટીપીના રાજસ્થાનના ડુંગરપુરના જ બે ધારાસભ્ય છે, જે રાજ્યમાં ગહેલોત સરકારનું સમર્થન કરે છે. પરંતુ મળતી માહિતી મુજબ ભારતીય ટ્રાઇબલ પાર્ટી(બીટીપી)ના ધારાસભ્ય રામપ્રસાદ ધીલ્લોંએ કહ્યું હતું કે હવે કોંગ્રેસને અમારા ટેકાની જરૂર રહી નથી. બીટીપી ટેકો પાછો ખેંચી લેશે. આના પરથી સ્પષ્ટ દેખાઈ આવે છે કે હવે ગેહલોતની સરકાર ફરી એકવાર સંકટમાં આવી જશે.
ગુરૂવારે જાહેર થયેલા 21 જિલ્લાની જિલ્લા પરિષદ ચૂંટણીના પરિણામમાં ભાજપને 353 અને કોંગ્રેસને 252 બેઠક પર જીત મળી હતી. આ શાનદાર પ્રદર્શનના દમ પર ભાજપના 12 જિલ્લા પ્રમુખ બન્યા હતા, જ્યારે કોંગ્રેસે પાંચ જિલ્લા પ્રમુખ પદથી સંતોષ કરવો પડ્યો હતો. અહી ભાજપે 27માંથી 19 બેઠક મેળવી છે.