અમદાવાદ: વર્તમાન સમયમાં મળતી માહિતી અનુસાર ગુજરાતમાં આગામી વર્ષથી પાણીના ભાવમાં વધારો થશે. માર્ચ ૨૦૨૧થી પીવાનું પાણી ૧૦૦૦ લિટરે ૩૮ પૈસા અને ઔદ્યોગિક ઉપયોગના પાણીમાં ૧૦૦૦ લિટરે ૩.૧૩ રૂપિયાનો વધારો થવાનો છે. રાજ્યમાં માત્ર પીવાનું પાણી જ નહિ, પરંતુ ઉદ્યોગો માટેના વપરાશનું પાણી પણ મોંઘું થઈ રહ્યું છે.

આવનારા નવા વર્ષથી ગુજરાતવાસીઓને પાણીના વપરાશ માટે વધુ રૂપિયા આપવા પડશે. રાજ્યમાં નર્મદા કેનાલના પાણીનો વપરાશ કરતા ગ્રાહકો પર આ ભાવ-વધારો લાગુ થશે. માર્ચ ૨૦૨૧ પછી પીવા માટેના પાણીના દરમાં ૩૮ પૈસાનો તેમજ ઔદ્યોગિક વપરાશ માટેના પાણીના દરમાં ૩.૧૩ રૂપિયાનો વધારો થવાનો સંભાવના દેખાય રહ્યો છે.

દક્ષિણ ગુજરાતની નર્મદાના પાણીના દરમાં પ્રત્યેક નાણાકીય વર્ષના અંતે ૧૦ ટકાનો વધારો કરવામાં આવે છે. રાજ્યમાં ૨૦૦૦-૦૭ના વર્ષે પહેલીવાર પાણીના ભાવ નક્કી કરવામાં આવ્યા હતા. ત્યારે પીવાના પાણી માટે ૧ રૂપિયો અને ઔદ્યોગિક વપરાશ માટે ૧૦ રૂપિયા રાખવામાં આવ્યા હતા. ૨૦૧૪-૧૫માં આ દરો અનુક્રમે ૨.૧૪ રૂપિયા અને ૧૭.૭૨ રૂપિયામાં મળતું હતું. હવે આ પાણીના ભાવ વધારા વિષે જનમત શું નક્કી થશે એ જોવું રહ્યું.