કોઈ પણ રીલેશન શીપમાં લગ્ન કરવા માટેનું પ્રપોઝ એક ખાસ પલ હોય છે.અને દરેક વ્યક્તિ આ પળને ખાસ બનાવવા માટે કાંઈકને કાંઈક નવીન રીતે શોધતો હોય છે તેવામાં ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાઈ રહેલી મેચ પણ આ ખૂબસુરત પળનું સાક્ષી બન્યું હતું અહી ક્રિકેટ સ્ટેડિયમમાં લાઈવ મેચમાં એક ભારતીય યુવાને ઓસ્ટ્રેલીયન યુવતીને પ્રપોઝ કર્યું હતું બંને કપલ પોત પોતાના દેશોની ટીમને સપોર્ટ કરી રહ્યા હતા પણ બંને વચ્ચેના પ્રેમને જોઈ ખુદ ખેલાડીઓ પણ રોમાંચિત થઇ ગયા હતા.

ઓસ્ટ્રેલીયાના સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં આજે ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે બીજી વન-ડે મેચ રમાઈ રહી છે. ઓસ્ટ્રેલીયાએ પ્રથમ બેટિંગ કરતા ૩૯૦ રનનો સ્કોર આપ્યો હતો જેના જવાબમાં ઉતરેલી ભારતીય ટીમની ઈનીગમાં ૨૧મી ઓવરમાં એક અનોખો જ નજારો જોવા મળ્યો હતો ક્રિકેટ સ્ટેડિયમમાં બેસેલા એક ભારતીય યુવાને પોતાના ઘૂટણીયે બેસીને બાજુમાં બેસેલો ઓસ્ટ્રેલીયન યુવતીને હાથમાં રિંગલઈને મેરેજ માટે પ્રપોઝ કર્યું હતું.

https://twitter.com/FoxCricket/status/1332980709028360193?s=20

ક્રિકેટ સ્ટેડિયમમાં બધાની વચ્ચે અને કેમેરાની સાયે યુવકે પ્રપોઝ કરતા જ યુવતી પહેલા તો શોક થઇ ગઈ હતી અને લોકોને લાગ્યું કે તે ના પાડી રહી છે પણ બાદમાં કેમેરા પર આ દ્રશ્યો જોઇને દર્શકો તાળીઓ વગાડવા લાગ્યા હતા અને ખુશીથી ઝૂમી ઉઠેલી યુવતીએ યુવકને હગ કરી લીધું હતું અને પ્રપોઝના જવાબમાં હા પાડી દીધી

આ ખુબસુરત નજરોને જોઇને ઓસ્ટ્રેલીય ખેલાડી ગ્લેન મેકસવેલ સહીત તમામ ખેલાડીઓ પણ ટાળી વગાડવા લાગ્યા હતા અને બંને કપલે લાંબા સમય સુધી એકબીજાને હગ કરી હતી અને બાગમાં કિસ કરી હતી