વર્તમાન સમયમાં બોલિવૂડ અભિનેત્રી ઉર્મિલા માતોંડકર નવી ઈનિંગ્સ સાથે ફરી એક વાર રાજકારણમાં ઉતરવા જઈ રહી છે. આ વખતે તે હવે શિવસેના સાથે જોડાશે એવી જાણકારી મળી રહી છે. કહેવાય છે કે, તે આવતી કાલે એટલે કે સોમવારના રોજ શિવસેનામાં સામેલ થવા જઈ રહી છે.
સામાન્ય રીતે જોઈએ શિવસેનાના નેતૃત્વવાળી ગઠબંધન સરકાર ઉર્મિલા માતોંડકરને વિધાન પરિષદના સભ્ય બનાવાની તૈયારીમાં હતું. સરકારે તેનું નામ રાજ્યપાલ પાસે પણ મોકલી દીધુ છે. મહારાષ્ટ્રની મહા વિકાસ અઘાડી સરકારે રાજ્યપાલ પાસે ૧૨ નામોની યાદી મોકલી આપી છે. રાજ્યપાલના કોટામાંથી વિધાન પરિષદમાં મોકલશે.
મુંબઈની શિવસેના, NCP અને કોંગ્રેસનું મહા વિકાસ અઘાડી હાલમાં ગઠબંધન છે. ત્રણેય પાર્ટીએ ચાર ચાર નેતાઓના નામ રાજ્યપાલ પાસે મોકલી મોકલ્યા છે. NCPએ એકનાખ ખડગે, રાજૂ શેટ્ટી, યશપાલ ભિંગે અને આનંદ શિંદેનું નામ મોકલ્યુ છે. જ્યારે કોંગ્રેસે રજની પાટિલ, સચિન સાવંત, મુઝફ્ફર હુસૈન અને અનિરુદ્ધ વનકરનું નામ મોકલશે. તો વળી શિવસેના ઉર્મિલા માતોંડકર, ચંન્દ્રકાંત રઘુવંશી, વિજય કરંજકર અને નીતિન બાનગુડે પાટિલનું નામ મોકલ્યુ છે.
આમ તો પહેલા જ ઉર્મિલા માતોંડકર રાજકીય મેદાનમાં ઉતરી ચુકી છે, આ તેની બીજી ઈનિંગ્સ હશે, તે 2019માં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસમાં સામેલ થઈ હતી. તેને ઉત્તરી મુંબઈ સીટ પરથી ચૂંટણી લડાવામાં આવી હતી. જો કે, ઉર્મિલાને ત્યાંથી હારનો સામનો કરવો પડ્યો હતો. તેને ભાજપના ગોપાલ શેટ્ટીએ હરાવ્યા હતા. હવે ઉર્મિલાનો આ નિર્ણય શિવસેના માટે કેટલો ફળદાયી રહશે એ આવનારો સમય બતાવશે.