વર્તમાન સમયમાં ચાઈના એપ્સ પર મુકાયેલા પ્રતિબંધ બાદ મેડ ઇન ઈન્ડિયા એપ્સ ખૂબ લોકપ્રિયનું પ્રમાણ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે. હાલમાં જ બીજી એક દેશી એપ ચર્ચામાં આવી રહી છે. લોકપ્રિય સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટરને ટક્કર આપવા માટે ભારતીય સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ Tooter શરુ કરવામાં આવી છે. આ સ્વદેશી એપ Toote ખુબ જ ચર્ચામાં છે. આ એપ્લીકેશન મેડ ઇન ઇન્ડિયા અંતર્ગત લોન્ચ કરવામાં આવી હતી.

મહત્વની વાત તો એ છે કે દેશના ઘણા પ્રતિષ્ઠિત લોકો તેનો ઉપયોગ હાલમાં કરવા લાગ્યા છે. જેમાં આપણા દેશના  પીએમ નરેન્દ્ર મોદીએ પણ આ એપ્લીકેશન પર પોતાનું એકાઉન્ટ બનાવ્યાનું જાણવા મળી રહ્યું છે. તેમના અકાઉન્ટનો એક સ્ક્રીનશોટ વધુને ખુબ જ વાયરલ બન્યો છે.

આ ઉપરાંત Toote પર ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ પોતાના અકાઉન્ટ ખોલ્યા છે. આ સિવાય અભિનેતા અમિતાભ બચ્ચન અને ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોનીએ પણ અકાઉન્ટ ખોલ્યાછે. જો કે, હજી સુધી તેની પુષ્ટિ થઈ નથી કે પીએમ મોદી અને અન્ય લોકોએ આ એકાઉન્ટ્સ પોતે બનાવ્યા છે કે પછી કોઈની આ મજાક છે.

મળેલા રીપોર્ટ મુજબ આ સ્વદેશી એપ આ વર્ષના જુન-જુલાઈમાં લોન્ચ કરવામાં આવી હતી. તથા ઓગસ્ટમાં મોદીએ આ એપ પર પોતાનું અકાઉન્ટ બનાવ્યાની ખબરો ફરતી થઇ હતી. હાલમાં આપણે ત્યાં આ એપનું એન્ડ્રોયડ વર્ઝન જ લોન્ચ કરવામાં આવ્યું છે. આ એપ જોવામાં Twitterજેવું જ લાગે છે. તેનો ઇન્ટરફેસ કલર પણ ટ્વીટર જેવો જ દેખાય બનાવાયો છે. તેનો લોગો શંખ જેવો છે. આ એપ આપણું સ્વદેશી આંદોલન ૨.૦ છે.