ભારતમાં હાલના સમયમાં ખેડૂતોનું ‘દિલ્હી ચલો’ આંદોલન જેમ જેમ ગતી પકડી રહ્યું છે તેમ તેમ દેશમાં રાજકારણ પણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે એક તરફ આ આંદોલનોને લોકોનું સમર્થન મળી રહ્યું છે અને બીજી બાજુ વિરોધ પક્ષના નેતા પ્રિયંકા ગાંધીએ PM મોદી પર સીધું નિશાન સાધ્યું છે. જેમા તેમણે કહ્યું છે કે પ્રધાનમંત્રીજી એક દેશ, એક વ્યવહાર પણ લાગુ કરે.

પ્રિયંકા ગાંધીએ ખેડૂતોના સમર્થનમાં ટ્વીટ કરતા લખ્યું કે ખેડૂતોનો અવાજ દબાવવા માટે પાણી વરસાવવામાં આવી રહ્યું છે. રસ્તા ખોદવામાં આવી રહ્યા છે. પરંતુ સરકાર તેમને એ બતાવવા કે કહેવા તૈયાર નથી કે ASPના કાયદામાં તેમના હકની વાત ક્યાં લખી છે. એક દેશ, એક ચૂંટણીની ચિંતા કરનારા PMએ એક દેશ, એક વ્યવહાર પણ અમલમાં લાવે છે.

પ્રિયંકા ગાંધીએ ખેડૂતોના સમર્થનમાં ટ્વીટ કરતા લખ્યું કે ખેડૂતોનો અવાજ દબાવવા માટે પાણી વર્સાવવામાં આવી રહ્યું છે. રસ્તા ખોદવામાં આવી રહ્યા છે. પરંતુ સરકાર તેમને એ બતાવવા કે કહેવા તૈયાર નથી કે એમએસપીના કાયદામાં તેમના હકની વાત ક્યાં લખી છે. એક દેશ, એક ચૂંટણીની ચિંતા કરનારા પ્રધાનમંત્રીજીએ એક દેશ, એક વ્યવહાર પણ અમલમાં મુકવી જોઈએ

દેશમાં ખેડૂતો હરિયાણા અને પંજાબની વચ્ચે શંભૂ સીમા પર અંબાલાની પાસે રાહ જોઈ રહ્યા હતા કે જેથી દિલ્હી માટે આગળ વધી શકે અને કૃષિ કાયદાનો વિરોધ કરી શકે. ખેડૂતોને હરિયાણામાં પ્રવેશ કરતા રોકવા માટે સીમા પર સુરક્ષા કર્મી, બેરિયર અને વોટર કૈનન વાહનો તૈનાત છે. બીજી તરફ સિરસામાં મુખ્ય રાજમાર્ગ પર વિરોધ પ્રદર્શન અને નારેબાજી કરતા ખેડૂતોનું ગ્રુપ જેમાં મહિલાઓ પણ સામિલ છે તેઓ દિલ્હી તરફ ધપતા જાય છે.
હાલના સમયમાં ખેડૂત પ્રદર્શનને જોતા ગ્રીન લાઈન પર બ્રિગેડિયર હોશિયાર સિંહ, બહાદુરગઢ સિટી, પંડિત શ્રીરામ શર્મા, ટિકરી બોર્ડર, ટિકરી કલાં અને ઘેવર મેટ્રો સ્ટેશનોના પ્રવેશ અને નિકાસ દ્વારા બંધ કરવામાં આવ્યા છે. સરકારના આ નિર્ણય સામે દેશમાં જનમત કઈ તરફનો રહશે એ જોવું રહ્યું.