આવનારા સમયમાં દેશમાં શૈક્ષણિક સત્રથી એન્જિનિયરિંગ અને IIT સહિતના સમગ્ર અભ્યાસક્રમો સ્થાનિક ભાષાઓમાં પણ ભણાવવાનું અમલ કરવામાં આવશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલની આગેવાનીમાં મળેલી એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકમાં આ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ માટે મંત્રાલયે અમુક IIT અને NITને લિસ્ટેડ કર્યા છે. બેઠકમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો કે રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી જે JEE અને નીટ આયોજિત કરાવે છે તે સ્પર્ધાત્મક પરિક્ષશઓ માટે સિલેબસ પણ તૈયાર કરશે. સાથે જ યુજીસીને પણ નિર્દેશિત કરવામાં આવી છે કે સમયસર જ શિષ્યવૃત્તિનું વિતરણ થાય અને તેના માટે એક હેલ્પલાઈન પણ ઝડપથી શરૂ કરવામાં આવે તેમજ વિદ્યાર્થીઓની ફરિયાદોનો તુરંત જ હલ કરવામાં આવશે.

NTAએ પાછલા મહિને 2021થી હિન્દી અને અંગ્રેજી ઉપરાંત નવ સ્થાનિક ભાષાઓમાં JEE આયોજિત કરવાના પોતાના નિર્ણયની જાહેરાત કરી હતી. જો કે IITએ આ અંગે કોઈ નિર્ણય લીધો નથી. IIT અને NITના નિર્ણય બાદ આ નિર્ણય અંતિમ ગણવામાં ગણી શકાશે.