ભારતના જાણીતા પણ ઇતિહાસમાં ગુમનામ બનેલા એમ કહી શકાય એવા સ્વાતંત્ર્ય સેનાની એમ એન રોયે 1934માં ‘ભારતના લોકોને પણ પોતાનું બંધારણ હોવું જોઇએ’ નો વિચાર આપ્યો હોવાનું જાણવા મળે છે. તેઓ આઝાદી માટે લડી રહેલી કોંગ્રેસ મહાસભા સાથે સંકળાયેલા હતા તેમણે બંધારણનો વિચાર કોંગ્રેસ સમક્ષ રજૂ કર્યો હતો. અને  દેશની  આઝાદી માટે મથી રહેલા તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓ અને રાજનેતાઓ બંધારણ હોવું જોઇએ એ વિચાર સાથે સંમત થયા હતા.

દેશમાં કોંગ્રેસ બ્રિટિશ સરકાર સામે લાંબા સમયથી માંગણી કરી રહી હોવાથી ૧૯૪૦માં બંધારણીય પાર્લામેન્ટ આપવા અંગ્રેજો તૈયાર થયા. ભારતના રાષ્ટ્રવાદી, સ્વાતંત્રસેનાની અને કોમ્યૂનિસ્ટ પાર્ટીના રોય સ્થાપક પણ હતા. તેઓ સ્વામી વિવેકાનંદ, રામતિર્થ અને સ્વામી દયાનંદથી ખુબ જ પ્રભાવિત હતા. રોયે મેકિસકોમાં થયેલી ક્રાંતિમાં પણ ભાગ લીધો હતો. ૧૯૩૦માં તેઓ ગુપ્તવેશ ધારણ કરીને ભારતમાં રહેતા હતા. મુંબઇ આવીને ડોકટર મહમુદના નામથી રાજકિય પ્રવૃતિઓમાં ભાગ લેતા રહ્યા. અને ૧૯૩૧માં રોયની ધરકપકડ થઇ અને જેલમાં જવું પડયું હતું. કોંગ્રેસ સાથે તેમને મતભેદો થતા રેડિકલ ડેમોક્રેટિક પાર્ટીની સ્થાપના પણ તેમણે કરી હોવાની જાણકારી મળી આવે છે.

તેઓની લેબર પાર્ટી વિશ્વયુધ્ધ પછી બ્રિટનમાં યોજાયેલા ઇલેકશનમાં વિજેતા બની હતી. જયારે ચર્ચિલની રુઢિચૂસ્ત પાર્ટી વિપક્ષમાં બેઠી હતી. આ સમયે વિન્સટન્ટ ચર્ચિલે નવેમ્બર ૧૯૪૬માં ભારતની બંધારણ સભાની મજાક ઉડાડી હતી. જો કે આ સભામાં હૈદરાબાદના નિઝામે ભાગ લીધો ન હતો. આ ઉપરાંત મુસ્લિમ લીગે પણ સંવિધાન સભાનો બહિષ્કાર કર્યો હતો. કારણ કે તેણે પાકિસ્તાન મેળવવાનું નકકી કરી નાખ્યું હતું. આથી ચર્ચિલે એવો ટોણો માર્યોે હતો કે મુસ્લિમ લીગ વગરની સંવિધાન સભા ચર્ચમાં લગ્ન થતા હોયને છોકરી હાજર ના હોય એના જેવું કહ્યું હતું.

પરંતુ સંવિધાન સભાના સભ્ય ડોકટર મુખરજીએ સણસણતો જવાબ આપ્યો હતો કે તમે વેપાર કરવા આવ્યા અને મુગલોની ખુશામત કરીને પ્રવેશ મેળવ્યો હતો. તમે દેશના ધન દોલતનું શોષણ કરવા ઇચ્છતા હતા. ગદ્દારી, વિશ્વાસ ઘાત અને બળ પ્રયોગથી દેશમાં શાસન સ્થાપ્યું હતું. આમ એમ એન રોયે બંધારણનીનો પાયો નાખવામાં મહત્વની ભૂમિકા રહી છે.