પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

વલસાડ : વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વમાં કોવિડ-૧૯ કોરોના મહામારી લોકો માટે આફત બની છે. જેને લઈ સમગ્ર વિશ્વ કોરોના રોગને નાથવા એક જૂથ બની લડી રહ્યું છે. ત્યાં ધરમપુરના સોમવારી હાટ બજારમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે ઉમટી પડયાનું જોવા મળ્યું હતું. કોરોના મહામારી વચ્ચે પ્રસાશનની આ બેદરકારીના લીધે આગામી સમયમાં ધરમપુરની અંદર કોરોના વિસ્ફોટની સ્થિતિ ઉભી થાય તેવી શક્યતા દેખાય રહી છે.

ઉલ્લેખનીય છે કે એક બાજુ રાજ્યમાં કોરોના કેસો પર અંકુશ મુકવા ગુજરાત સરકાર ભારે જહેમત ઉઠાવી રહ્યું છે. જેના પગલે ગુજરાતના મોટા જિલ્લાઓમાં રાત્રી કરફ્યુ જાહેરાત કરવામાં આવી છે. પરંતુ કોરોના મહામારી વચ્ચે પણ લોકો પોતાના અને પરિવાર આરોગ્યને જોખમમાં મૂકી રહ્યા હોય તેમ આજની હાટ બજારનું ચિત્ર જોતા કહી શકાય અને આ બાબતે સ્થાનિક તંત્ર પણ બેકાળજી ભર્યું વલણ ધખાવી રહ્યું છે એમ સ્થિતિ જોતા કહી શકાય.

સુત્રોના જણાવ્યા અનુસાર આજ રોજ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં સોમવારે ભરાતી હાટ બજારમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા ઉમટીયા હતા જેમાં સોશ્યલ સોશિયલ ડિસ્ટન્સ રાખવાની લોકો તસ્તી લીધી ન હતી. આ બાબતે ધરમપુર તાલુકાના જવાબદાર અધિકારીઓ અને પોલીસ તંત્રએ હવે કડક કાર્યવાહી કરવું જોઈએ એમ સ્થાનિક જાગૃત નાગરિકોમાં માંગ ઉઠવા પામી છે. જો આવી જ રીતે આવનારા દિવસોમાં પણ લોકો સોશિયલ ડિસ્ટન્સ ન રાખતા ટોળામાં ખરીદી કરતા રહશે તો નવાઈ નથી કે આવનાર સમયમાં ધરમપુર તાલુકામાં કોરોના કેસો પર અંકુશ રાખવો મુશ્કેલ બની જશે. હવે જોવું એ રહ્યું કે આ બાબતે પ્રશાસન નિર્ણય લેશે કે લોકો ?.