આ કાર્ટૂનચિત્ર જોઇને તમને આદિવાસી સમાજને પોતાની ભાવિપેઢીનુ ભવિષ્ય શું હશે એ સમજવા માટે કાફી છે. હાલમાં દારૂ/બોયલર મરઘાં આપણા ગામડાઓ તરફ અને પોષ્ટિક શાકભાજી અને કઠોળ શહેર તરફ આવતા-જતા જાય છે. જો આવું જ બીજા પાંચ-દસ વર્ષ ચાલ્યું તો આપણા આદિવાસી લોકો સ્વાથ્ય રીતે નબળા થઇ બરબાદ થઈ જવાની બીક સતાવી રહી છે. આર્થીક રીતે કમજોર આદિવાસી સમુદાય હાલમાં પણ રોજગારી માટે શહેરોના ગંદા વસવાટ કરતો જોવા મળી રહ્યા છે. બીજી બાજુ શહેરમાંથી શહેરવાળા આબાદ થઈ ધીમે ધીમે લીલાછમ જંગલમાં અતિક્રમણ કરી રહ્યા છે અને સ્વાથ્યવર્ધક વાતાવરણમાં પોતાનું જીવન આરામદાયક રીતે જીવવા લાગ્યા છે.

સમય સાથે કદાચ પછી આપણી સ્થાનિક ધરતી પર એવું પણ આવી જાય કે  ફલાણા જતી કે સમાજ સિવાયના લોકોએ  આ જંગલ વિસ્તારમાં આવવું નહિ કે કોઈએ વસવાટ કરવા નહી. ઉલ્લેખનીય છે કે આજે આપણે ત્યાં એક પરપ્રાંતીયને આપણા વિસ્તારમાં ઘર નંબર મળે કે એ ઘર બનાવે એની સાથે એને આપણા કુદરતી સ્ત્રોતો જેમ કે હવા, પાણી, નદી, જંગલો વાપરવાનો સામાન્યપણે વગર પરવાનગી એ અધિકાર મળી જતા ઓહ છે. શું આપણી એટલે આવનાર આદિવાસીની ભાવિપેઢી માટે આપણે જળ, જંગલ જમીન બચાવી શક્ય છે? કે બચાવી શકીશું ? શું આપણી આવનાર પેઢી  શહેરોના ગંદા વસવાટો કરશે? આવા તો અનેક પ્રશ્નો અને સવાલો આવનારો સમય લઈને આવનારો છે.

આજે આદિવાસી સમાજમાં મોધી દારૂ પીવામાં અને આપણા રીત-રિવાજોમાં તથા પ્રસંગોમાં દારૂની વ્યવસ્થા કરવામાં જેટલું ગૌરવ અનુભવો છીએ પણ જો જો કદાચ આ જ દારૂ આપણી ભાવિ બહેન દિકરીઓની ઈજજત અસલામત  તો  નથી કરી રહ્યો ને ? આદિવાસી સમાજના યુવાનો અશકત અને ખોખલા અને રોગી થવા તરફ તો નથી જઈ રહ્યા ને ? ચાલો માનીએ કે આદિવાસી વિસ્તારોમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું પણ શું આપણે આપણા હક માટે કે સમાજના હક માટે લડતા કે બોલતા થયા છે ખરા ? શું એમ નથી લાગતું કે આદીવાસી સમાજના લોકો બીજા પર આધારિત બનવા તરફ જઈ રહ્યા હોય ? આ સમસ્યા ચિંતન કરાવનારી છે.

આપણને વારસામાં મળેલા જળ, જંગલ, જમીન આપણે સાચવવા પડશે એના માટે સંઘર્ષ કરવો પડશે. અને આ માટે  નિરવ્યશની, સશક્ત, વિચારશીલ, અને શિક્ષિત આદિવાસી સમાજ બને એ દિશામાં પગલાં ઝડપથી ભરવા પડશે. ખાય-પીને વ્યસન અને ફેશનમાં ડૂબેલા, ચારિત્ર્ય વિહિન સમાજ લાંબાગાળે નપુંસકતાની દિશા તરફ પ્રયાણ કરતો હોય છે. આ સમાજમાં અવાજ ઉઠાવવાની કે વિરોધ કરવાની કે પ્રગતિ કરવાની ક્ષમતા પણ રહેતી નથી. આદિવાસી સમાજના દરેક વ્યક્તિએ પોતપોતાની આત્મવિશ્વાસ સાથેએ નિર્ણય કરવાની જરૂર છે કે પહેલા હું સશક્ત બનીશ અને પછી સમાજને પણ સશક્ત બનાવીશ.