વલસાડના પારડી તાલુકાના સેવા સદનનો કારકુન ખાતેદાર ફરિયાદીના કાકાના ખાતેદાર પણાનો દાખલો મેળવવા માટે અરજી કરી હોવાથી દાખલો લેવા માટે ફરિયાદીએ કારકૂનો સંપર્ક કર્યો હતો. તેણે વચેટીયાને રૂપિયા બે હજાર આપીને દાખલો લેવા જણાવ્યું હતું. જેથી ફરિયાદીએ ACBનો સંપર્ક કરીને છટકું ગોઠવતાં કારકૂને અને વચેટીયાને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
વલસાડ જીલ્લા પારડી તાલુકા સેવા સદનમાં ફરજ બજાવતા વર્ગ-3ના કર્મચારી કારકુન કીર્તિ કુમાર ઈશ્વર ભાઈ પટેલ (રહે- ખૂટેજ ગામ નિશાળ ફળિયું, તા પારડી, વલસાડ) તથા વચેટીયો ગીરીશ ભાઈ નગીનભાઈ પરમાર (રહે- ઉમરસાડી, અંબિકાનગર, દેસાઈ વાડ, પારડી, વલસાડ)એ તાલુકા સેવા સદન પારડી ખાતેદાર પણાના દાખલો મેળવવા માટે અરજી કરેલ હોય તે અરજીના આધારે દાખલો લેવા માટે આરોપી કારકૂનનો સંપર્ક કર્યો હતો. કારકૂને વચેટીયાનો સંપર્ક કરવા જણાવતા ફરિયાદીએ લાંચ માંગી હોવાથી ACBનો સંપર્ક કરી વચેટીયાને લાંચ આપી હતી. જેથી ACBના છટકા ઝડપાઇ ગયો.
આરોપીએ વહીવટી શાખા, તાલુકા સેવા સદન, પારડી ખાતે લાંચ સ્વિકારી હતી. વલસાડ અને ડાંગ ACBએ લાંચના છટકાનું આયોજન કરતા આજરોજ બન્ને આરોપીને ઝડપી લેવામાં આવ્યાં છે.બન્ને આરોપીઓએે એકબીજાની મેળાપીપણામાં મદદગારી કરી ગુનો કર્યો છે. હાલ બન્નેને ડિટેઈન કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.