ઈન્ડિયન પ્રીમિયર લીગની ૧૩મી સીઝનમાં લીગ રાઉન્ડ પૂરો થયા બાદ આજથી પ્લેઓફ જંગ શરૂ થશે. પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને રહેલી મુંબઈ ઈન્ડિયન્સની ટક્કર બીજા ક્રમે રહેલી દિલ્હી કેપિટલ્સ સાથે થશે. પ્રથમ પ્લેઓફ જીતનારી ટીમ સીધી જ ફાઇનલમાં પહોંચશે, જ્યારે હારનારી ટીમ પાસે પણ ફાઇનલમાં પહોંચવાનો મોકો રહેશે.

     પ્રથમ પ્લેઓફ મેચને ક્વોલિફાયર-૧ નામ આપવામાં આવ્યું છે. કારણકે વિજેતા ટીમને સીધી ફાઇનલમાં એન્ટ્રી મળી જાય છે. ૬ નવેમ્બર શુક્રવારે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે બીજી પ્લેઓફ મેચ રમાશે. જેને એલિમિનેટર કહેવાય છે. શુક્રવારે જે ટીમ હારશે તે ટીમનો આઈપીએલ સફર પૂરો થઈ જશે. ૮ નવેમ્બરે બીજી પ્લેઓફના ત્રીજા મુકાબલાને ક્વોલિફાયર ટુ કહેવામાં આવ્યું છે. જે પણ ટીમ ક્વોલિફાયર ટૂમાં જીતશે તેની ટક્કર ક્વોલિફાયર-1 જીતનારી ટીમે સાથે ૧૦ નવેમ્બરે થશે.

    આ ક્વોલિફાય-૧ નો મુકાબલો આજે દુબઈમાં થશે. જે ભારતીય સમય મુજબ સાંજે ૭:૩૦ કલાકે શરૂ થશે. વર્તમાન સમયમાં જોઈએ તો ચાલુ સીઝનમાં દિલ્હી એક પણ વખત મુંબઈને હરાવી શક્યું નથી, તેથી મુંબઈ જીતનું પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. પણ દિલ્હીની ટીમ ને પણ ઓછું આંકવાની ભૂલ હરીફ ટીમ ને ભારે પડી શકે છે કેમ કે આ સિઝન સૌથી છેલ્લા ક્રમે રહતી દિલ્હીની ટીમે પોતાની તાકાત અને નિર્ણય શક્તિનો પરચો બતાવતા ક્વોલિફાય-૧ સુધીની પ્રશસંનીય  રમત દાખવી પોતાની સફર ખેડી છે.