દેશમાં દર ૧૦ માંથી ૭ શહેરી ભારતીય અત્યારે કોઈ પણ ડિવાઇસ પર વિડીયો ગેમ અથવા મોબાઇલ ગેમ રમી રહ્યા છે અને આ દેશને દુનિયાના ટોચના ૧૦ ગેમિંગ દેશોમાં લઇ જાય છે. ક્યારેક એ ખબર નથી પડતી કે ગેમિંગ રમવા માટે ઈન્ટરનેટ ફ્રી છે કે આપણે ફ્રી છે ? એક નવા રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે. મોબાઇલ ગેમર્સે પીસી અથવા કંસોલ ગેમર્સને સ્પષ્ટ રીતે પછાડી દીધા છે, કેમકે ફક્ત ૬૭ ટકા ભારતીય લોકો સ્માર્ટફોન અથવા ટેબલેટ પર ગેમ રમે છે.

    એક સર્વે અનુસાર દેશમાં કુલ ગેમ રમનારા લોકોની સંખ્યાને જોઇએ તો તેમાં ૮૨ ટકા લોકો એક અઠવાડિયામાં ૧૦ કલાક ગેમ રમે છે. આ ઉપરાંત ૧૬ ટકા લોકો સૌથી વધારે ગેમ રમે છે અને તેઓ ૧૦ કલાકથી પણ વધારે સમય સુધી ગેમ રમે છે. YouGovના વાઇટ પેપરના eGaming અને Esports: The Next Generation શીર્ષક હેઠળ દેશમાં ઑનલાઇન ગેમિંગ ઉદ્યોગ એક ઝડપથી વધતો વ્યવસાય છે જે પ્રતિસ્પર્ધી રમતો અને પ્રોફેશનલ ગેમિંગમાં વિકસિત થઈ રહ્યો છે.

    દેશમાં સક્રિય ગેમર્સ, ગેમિંગ અને ઈસ્પોર્ટ્સ ઉદ્યોગના વધતા સમુદાયની સંખ્યામાં આવનારા વર્ષોમાં વધારો થાય તેવી સંભાવના છે. દેશમાં ગેમ રમનારાઓના ૨૪ સર્વે કરવામાં આવ્યા જેનાથી મળેલા આંકડાના આધાર પર કહેવામાં આવી શકે છે કે દેશમાં હવે દુનિયાના ટોચના ૧૦ ગેમિંગ દેશોમાં સામેલ છે.

   ગેમિંગના ગ્લોબલ સેક્ટર હેડ નિકોલ પાઇકે કહ્યું કે, આ વર્ષે પણ હાઈલાઈટ થયું છે કે ગેમિંગ ઇકોસિસ્ટમમાં ચીજો કેટલી જલદી બદલાઈ શકે છે. આનાથી એડવર્ટાઇઝર્સ અને સ્પોન્સર્સને એ જાણવું અઘરું થઈ જાય છે કે શું, ક્યારે અને કેવી રીતે ભાગેદારીથી ગેમિંગ માટે ખર્ચ કરવો છે. યૂટ્યૂબ ગેમિંગ્સમાં દેશ જાગૃતતાના મામલે ત્રીજા નંબર પર અને એન્ગેજમેન્ટમાં પાંચમાં નંબર પર છે. ભારતીયોનો ગેમિંગ પર આટલો સમય વિતાવવાનો નિર્ણય કેટલો યોગ્ય છે એ સ્વયંભૂ વિચારવા યોગ્ય છે.