ભારતમાં ફેસબુકની એક્ઝિક્યુટિવ આંખી દાસે રાજીનામું આપી દીધું છે. તે ભારતમાં પબ્લિક પોલિસીની પ્રમુખ છે. આજે એટલે કે મંગળવારે તેમણે રાજીનામું તે આરોપોના થોડા મહિના બાદ આપ્યું છે, જેમાં તેના પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તે ફેસબુકની કન્ટેન્ટ મોડરેશન પોલિસીમાં ભારતીય જનતા પાર્ટીનો પક્ષ લેતા હસ્તક્ષેપ કરી રહી છે. પરંતુ ફેસબુકે તે આરોપોને નકારી દીધા હતા.

   આંખી દાસના રાજીનામાં બાદ તેના નજીકના લોકોએ કહ્યું કે, તેના રાજીનામાને તેના પર હાલમાં લાગેલા આરોપો સાથે લેવાદેવા નથી. જયારે આંખી દાસે કહ્યું કે, તેણે રાજીનામુ એટલે આપ્યું છે જેથી તે જનતાની સેવા કરી શકે, જે તે હંમેશાથી કરવા ઈચ્છતી હતી.

   પોતાના સહકર્મિઓને મોકલેલા એક મેસેજમાં આંખી દાસે જૂના દિવસોને યાદ કર્યા છે. તેણે કહ્યું છે- આપણે તે સમયે એક નાનું સ્ટાર્ટઅપ હતા, જેને ભારતમાં લોકોની સાથે જોડાવાનું હતું. હવે 9 વર્ષ બાદ મને લાગે છે કે આપણે આપણું લક્ષ્ય લગભગ હાસિલ કરી લીધું છે. તેણે માર્ક ઝુકરબર્ગનો આભાર વ્યક્ત કરતા લખ્યું કે, હું આ લાંબી જર્ની દરમિયાન ઘણું શીખી છું અને મને આશા છે છે કે મે ખાસ લોકોના સમૂહ કે જેની સાથે મે કામ કર્યું અને આ કંપની બંનેને સારી રીતે સર્વ કરી છે, અને હું જાણું છું કે આપણે હજુ પણ ફેસબુક પર આવી રીતે મળતા રહીશું.”