વોટ્સએપ સમયે સમયે યૂઝર્સના ચેટિંગ એક્સપીરિયન્સને વધુ સારું બનાવવા માટે નવા-નવા અપડેટ લઈને આવતું રહે છે. ટૂંક સમયમાં જ કંપની યૂઝર્સ માટે બે વધુ નવા ફીચર્સ લાવી શકે છે. રિપોર્ટનું માનીએ તો વોટ્સએપ હાલમાં જોઇન મિસ્ડ કૉલ્સ અને બાટોમેટ્રિક લૉક નામના બે ફીચર્સ પર કામ કરી રહ્યું છે. આશા રાખવામાં આવી રહી છે કે ટૂંક સમયમાં જ આ ફીચર્સનો ઉપયોગ કરવા મળી શકે છે.

   રિપોર્ટમાં જાણકારી આપવામાં આવી છે કે આ બંને ફીચર બીટા વર્જન 2.20.203.3 અપડેટમાં જોવા મળ્યા છે. જોઇન મિસ્ડ કૉલ્સ ફીચરની મદદથી યૂઝર્સ મિસ થયેલા ગ્રુપ કૉલનો હિસ્સો બની શકે છે અને બીજી તરફ બાયોમેટ્રિક લૉક ફીચરના માધ્યમથી ઓથેન્ટિકેશન પ્રક્રિયાને ઇમ્પ્રૂવ કરતાં તેમાં ફિંગરપ્રિન્ટ ઉપરાંત અન્ય વિકલ્પ જોડવામાં આવ્યા છે.

   ઉલેખનીય છે કે, વોટ્સએપએ હાલમાં જ ગૂગલ પ્લે બીટા પ્રોગ્રામના માધ્યમથી નવું અપડેટ સબમિટ કર્યું છે. કંપની પોતાના બીટા વર્જનના માધ્યમથી નવા ફીચર્સનું ટેસ્ટિંગ કરશે અને જરુરી ફેરફાર કર્યા બાદ સામાન્ય યૂઝર્સ માટે તેને લૉન્ચ કરવામાં આવશે. WaBetaInfoના રિપોર્ટ મુજબ, કંપની કેટલાક મહિનાઓથી આ ફીચર પર કામ કરી રહી છે. તેના આવ્યા બાદ તમે મિસ કરવામાં આવેલા ગ્રુપ કૉલનો પણ હિસ્સો બની શકશો. ઉલેખનીય છે કે આવું માત્ર એ કન્ડિશનમાં થશે જ્યારે તે ગ્રુપ કૉલ ચાલી રહ્યો હશે.

    ઉલેખનીય છે કે, હાલમાં વોટ્સએપ પર યૂઝર્સને ફિંગરપ્રિન્ટ લૉકનું ફીચર મળે છે, પરંતુ રિપોર્ટનું માનીએ તો ટૂંક સમયમાં જ આપના બાયોમેટ્રિક લૉકને પણ ફીચર મળી જશે. આ ફીચર બાદ આપની ચેટ વધુ સિક્યોર થઈ જશે.
આપણે જાણીએ છે કે હાલમાં યૂઝર્સને એડવાન્સ સર્ચનું ફીચર આપ્યું છે. તેના માધ્મથી યૂઝર્સ સરળતાથી વોટ્સએપમાં ફોટો, વીડિયો, લિંક્સ, ઓડિયો, ગીફ્ટ, ડોક્યૂમેન્ટ્સ સર્ચ કરી શકે છે. એટલે કે હવે મેસેજ ઉપરાંત મીડિયા ફાઇલ્સને સર્ચ કરવું પણ સરળ થઈ ગયું છે.