પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

     નવસારી જીલ્લાના વાંસદા સદા -ચીખલી સ્ટેટ હાઇવે રોડ ઉપર આવેલા તમામ ગામોના સર્કલ પર ગામમાં જવા માટે સાઇનબોર્ડ નહીં હોવાથી લોકોને હાલાકી પડી રહી છે. રાત્રે અનેક વાહનચાલકો અંતરિયાળ ગામમાં જવામાં ભૂલા પડી રહ્યા છે. વાંસદા-ચીખલી સ્ટેટ હાઇવે પર આવેલા તમામ સર્કલ પરથી અંદર જવા માટે સાઈનબોર્ડ નહીં હોવાથી ગામોમાં જવા માટે બહારથી આવતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે.

    વાંસદાથી ચીખલી સુધી જતા રોડ ઉપર ઘણા સર્કલ આવેલા છે અને આ સર્કલ ઉપરથી ઘણા ગામો આવેલા છે. જેના સાઈન બોર્ડ નહીં હોવાથી રાત્રિના સમયમાં લોકો અટવાતા હોવાથી હાલાકિનો સામનો કરવો પડી રહ્યો છે. દરેક સર્કલ ઉપર સાઈન બોર્ડ લગાવી લોકોને પડતી હાલાકી દૂર કરે અને સમસ્યાનો ઉકેલ લાવે તે જરૂરી બન્યું છે.

  જીલ્લાના આ બંને તાલુકા વાંસદાથી ચીખલી જતા રોડ ઉપર તમામ સર્કલ પર ગામના સાઈન બોર્ડ નહીં હોવાથી લોકોને રાતના સમય ખબર જ ન પડે કે કયું ગામ ક્યાં આવેલું છે. વહેલી તકે દરેક સર્કલ ઉપર સાઈન બોર્ડ લગાવી લોકોની સમસ્યાનો નિરાકરણ લાવવું જરૂરી છે.પ્રજામાં ફરિયાદોનો પવન ફુંકાઈ રહ્યો છે હવે જોવાનું એ છે કે તંત્ર દ્વારા આ બાબતે ક્યારે નિર્ણય લેવાય છે અને આ બાબતે જરૂરી પગલાં ઉઠાવવામાં આવે છે.