રમતગમત ક્ષેત્રમાં દુનિયામાં પોતાનો ડંકો વગાડનાર અને સમગ્ર વિશ્વમાં ગુજરાતનું નામ રોશન કરનાર સરિતા ગાયકવાડનું દુર્ગાષ્ટમીના દિવસે રાજ્ય સરકાર દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. અને સરિતા ગાયકવાડને ગુજરાત સરકાર દ્વારા નાયબ પોલીસ અધિક્ષક તરીકે નિમણૂંક કરી છે. નારી શક્તિનું સન્માન કરવામાં આવ્યું હોવાનું કહીને ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ દ્વારા ટ્વિટ કરી અભિનંદન પણ પાઠવવામાં આવ્યાં છે.
ગુજરાત નું નામ દેશ અને દુનિયામાં રોશન કરનાર ૧૮મી એશિયન ગેમ્સમાં મહિલાઓની 4 x 400 મી. રીલે દોડમાં ગોલ્ડ મેડલ વિજેતા એવી ગુજરાતની દીકરી શકિતવંદના સ્વરૂપા સુ.શ્રી.સરિતા ગાયકવાડને નવરાત્રીના દુર્ગાષ્ટમીના પાવન દિવસે નાયબ પોલીસ અધિક્ષક તરીકે ગુજરાત સરકાર દ્વારા નિમણુક બદલ અભિનંદન pic.twitter.com/PTgZOl9bwd
— Pradipsinh Jadeja (@PradipsinhGuj) October 24, 2020
ઉલ્લેખનીય છે કે સરિતા ગાયકવાડે એશિયન ગેમ્સ 2018માં ભારતની 4×400 મીટર રીલેદોડની ટીમની સભ્ય હતી અને આ ટીમે એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીત્યો હતો. આમ નવરાત્રીના દુર્ગાષ્ટમીના પાવન દિવસે નાયબ પોલીસ અધિક્ષક તરીકે ગુજરાત સરકાર દ્વારા નિમણુક બદલ અભિનંદન ટવિટ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કર્યુ હતુ. સરિતા ગાયકવાડ ગુજરાત સરકારની બેટી બચાવો અભિયાન માટેની બ્રાન્ડ એમ્બેસેડર છે.
ભારતની ગોલ્ડન ગર્લ ડાંગ એક્સપ્રેસ સરિતા ગાયકવાડ ગુજરાતના ડાંગ જિલ્લાના કરડીઆંબા ગામ ખાતે આદિવાસી કુટુંબના સામાન્ય પરિવારમાંથી આવે છે. તેણે રાજ્ય તરફથી રાષ્ટ્રીય કક્ષાની ખો-ખો સ્પર્ધામાં ભાગ લીધો હતો. તે ડીવાયએસપી તરીકે નિમણૂક પામતા પહેલા આવકવેરા વિભાગમાં કામ કરતી હતી. ભારતને ગોલ્ડ મેડલ અપાવવાની લાંબી સફર કરી હવે ગુજરાતની કાયદો વ્યવસ્થાને મજબૂત બનાવવાના સફર ઉપર જઈ રહ્યા છે. ત્યારે સરિતા ગાયકવાડને ગુજરાત પોલીસમા DYSP તરિકે નિમણૂંક કરવામાં આવી છે. જેથી પોલીસ વિભાગે પણ તેમની નિમણૂંકને આવકારી છે.
આ ઘટનાને ઘણા લોકો ડાંગ વિધાનસભાની પેટા ચૂંટણી થોડા દિવસોમાં થવાની છે. ત્યારે મતદાન અગાઉ જ રાજ્ય સરકાર દ્વારા નારી શક્તિના સન્માનની સાથે સાથે સરિતાનું સન્માન કરવામાં આવ્યું છે. મતદાન અગાઉ જ થોડા દિવસોએ સરિતાને મળેલી આ પદવીથી રાજકીય દાવ ભાજપે ખેલ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. સરકારના નિર્ણય પ્રજા પર અને ચુંટણી પર પોતાનો કેવો પ્રભાવ પાડશે એ આવનારો સમય જ બતાવશે.