મહારાષ્ટ્રના નંદુરબાર સ્થિત ખામચુંદર ગામમાં મોટી દુર્ઘટના ઘટ્યાના સમાચાર આવ્યા છે. અહીં પ્રવાસીઓ ભરેલી બસ એક ખાઈમાં પડવાથી 5 લોકોના મોત થયા છે. જ્યારે 35 લોકો ઘાયલ થયા છે. આ ઘટનાના સમચાર વાયુ વેગે પ્રસરી જતા લોકોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સ્થાનીકો સહિત પોલીસકર્મીનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સ્થાનીકો પણ મદદમાં લાગ્યા છે.

    મળતી માહિતી મુજબ આજે સવારે પ્રવાસીઓથી ખીચોખીચ બસ વહેલી સવારે નંદુરબાર જિલ્લાના ખામચુંદર ગામમાં પુલ પરથી નીચે ખાઈમાં ખાબકી. જેમાં 5 લોકોના મોત થયા જ્યારે 35 લોકો ઈજાગ્રસ્ત થયા. ઘાયલોને નંદુરબારની સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા છે. નંદુરબારના પોલીસ અધિક્ષક મહેન્દ્ર પંડિતે આ ઘટનાની જાણકારી આપતા કહ્યું કે ઘાયલોને નજીકના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ રાહત અને બચાવ કામગીરી ચાલુ છે.