આજે વાત કોલકત્તા નાઈટ રાઇડર્સના સ્પિનર વરૂણ ચક્રવર્તીની ! જેની સ્ટોરી એક ફિલ્મ જેવી છે. આ ખેલાડીની સ્ટોરી સાંભળી તમે ભાવનાત્મક બની જશો. જો તમે ખરા દિલથી કોઇને વસ્તુઓને ઇચ્છો તો તમને જરૂરથી તે વસ્તુઓ પ્રાપ્ત થશે. વરુણ નાનપણથી જ ક્રિકેટનો ખૂબ શોખીન હતો. 12માં પાસ થયા પછી તે 5 વર્ષ ચેન્નાઈમાં રહ્યો અને આર્કિટેક્ટનો અભ્યાસ કર્યો. અભ્યાસ વરૂણ ચક્રવર્તીએ 17 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું બે વાર ઈજાને કારણે છોડી દીધું હતું. આ પછી તેણે એક નોકરી કરી સામાન્ય જીવન જીવવાનું શરૂ કર્યુ. પણ એક ખેલાડીનું દિલ ખેલથી કેટલા સમય દુર રહી શકે એનું મન ન માન્યું અને તે ક્રિકેટ જગતમાં પાછો ફર્યો.

     વરૂણ ચક્રવર્તીની ક્રિકેટના લગાવે 26 વર્ષની વયે ફરીથી ક્રિકેટના મેદાન પર ઉતર્યો. વરુણે કહ્યું કે, ‘મેં ક્યારેય વિચાર્યું નહોતું કે ક્રિકેટ મારા જીવનમાં ફરી આવશે. પણ હું ફરી પાછો આવું છું. નોકરી છોડ્યા પછી વરૂણ ફરીથી મેદાનમાં આવ્યા પછી તમિળનાડુ પ્રીમિયર લીગમાં માત્ર 9 મેચમાં 22 વિકેટ ઝડપી સનસનાટી મચાવી દીધી. ત્યારબાદ કિંગ્સ ઇલેવન પંજાબે 8 કરોડ 40 લાખ રૂપિયામાં તેને ખરીદ્યો. ગયા વર્ષે KKRની ટીમે ચાર કરોડમાં ખરીદ્યો હતો.

      ક્રિકેટ પંડિતો તેને એક મિસ્ટ્રી સ્પિનર ​​કહે છે. રહસ્ય એટલા માટે છે કે વરુણના ખજાનામાં તમામ પ્રકારના બોલ રહેલા છે. તે ઓફ બ્રેક, લેગ બ્રેક, ગૂગલી, કેરમ બોલ, ફ્લિપર અને ટોપ સ્પિન દરેક પ્રકારના બોલ ફેંકી શકે છે. KKR માટે અત્યાર સુધીમાં તેણે 7 મેચમાં 6 વિકેટ ઝડપી છે.

     વરુણ ચક્રવર્તી હાલમાં KKR માટે સતત  ખુબ જ સારું પ્રદર્શન કરી રહ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ધોની પણ તેના બોલથી ચારો ખાના ચીત થયો હતો. રન હોય કે નહીં. ઝડપને કાબૂમાં રાખવી કે વિકેટ લેવી, KKR ના કેપ્ટન હંમેશાં વરૂણને યાદ કરે છે. ધોનીને આઉટ કર્યા બાદ તેણે કહ્યું કે આ તે તેના માટે ખૂબ જ ખાસ પલ હતી. મેચ બાદ તેણે ધોની સાથેનો ફોટો પણ ક્લિક કર્યો. વળી, ધોનીએ તેની પ્રશંસા પણ કરી હતી. ખરેખર આપણા હાર ન માનવાના એક નિર્ણયથી આપણા કેવા અધૂરા સપનાં પણ સાકાર થાય છે એનું ઉત્તમોત્તમ ઉદાહરણ વરુણ ચક્રવર્તી છે.