કોરોના મહામારીના કારણે લાંબા સમય સુધી સ્કૂલ બંધ રહેવાથી ભારતમાં ૪૦ અબજ ડોલરનું નુકસાન થઇ શકે છે. એવું વિશ્વબેંકના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે જો કે આમાં શિક્ષણથી વંચિત રહેલા બાળકોને થતા નોલેજના નુકસાનનો સમાવેશ થતો નથી. દક્ષિણ એશિયાના વિસ્તારમાં સ્કૂલો બંધ રહેવાથી ૬૨ કરોડ અબજ ડોલરનું નુકસાનનું અનુમાન છે પરંતુ વર્તમાન નિરાશાજનક સ્થિતિ ચાલું રહી તો વધીને ૮૮ અબજ સુધી પહોંચી શકે છે એવું વિશ્વ બેંકના એક રિપોર્ટમાં દર્શાવાયું છે. દક્ષિણ એશિયામાં સૌથી નુકસાન વિશાળ વસ્તી અને વિસ્તાર ધરાવતા ભારતને સહન કરવું પડયું છે. સકલ ઘરેલું ઉત્પાદન (જીડીપી)ના પણ એક મોટા ભાગનું નુકસાન વેઠવું પડયું છે.

    દક્ષિણ એશિયામાં કોવિડ-૧૯ નામના રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે દક્ષિણ એશિયામાં કોવિડ-૧૯ની વિનાશકારી અસર જોતા ૨૦૨૦ના સૌથી ખરાબ અવદશાની શરુઆત થઇ રહી છે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના ૩૯.૧૦ કરોડ વિધાર્થીઓ સ્કૂલે જઇ શકતા નથી આથી કોરોના મહામારી શિક્ષણ ક્ષેત્રમાં સૌથી મોટી આફત સાબીત થઇ છે. બાળકોને ડિજિટલ માધ્યમો દ્વારા અભ્યાસનો પ્રયાસ થાય છે પરંતુ તેમાં પારાવાર મુશ્કેલીઓ નડી રહી છે. રિપોર્ટ અનુસાર ૫૫ લાખ બાળકો ફરી સ્કૂલે અભ્યાસ માટે ના જાય તેવું બની શકે છે. બાળકોના શિક્ષણમાં પડેલો ગેપ બાળકોના શિસ્ત અને અનુશાસન પર આજીવન અસર છોડી શકે છે.

           

      મોટા ભાગના દેશોમાં માર્ચ મહિનાથી જ એક પછી એક શાળાઓ બંધ કરવામાં આવી હતી. ભારતની વાત કરીએ તો ૧૬ માર્ચથી જ દેશભરમાં શાળા અને કોલેજ બંધ થવાની શરુઆત થઇ હતી. ૨૫ માર્ચના રોજ કેન્દ્ર સરકારે દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી હતી. ૮ જૂન પછી અનલોક હેઠળ ક્રમશ એક પછી એક છુટછાટો આપવામાં આવી હતી પરંતુ હજુ શિક્ષણ સંસ્થાઓ ખોલી શકાઇ નથી. છેલ્લા ૬ મહિનાથી બાળકો સળંગ સ્કૂલ જઇ શકયા નથી. સ્કુલ નહી જવાના આ લાંબાગાળાથી માત્ર અભ્યાસ છોડી દેશે એટલું જ નહી પહેલા ભણેલું પણ ભૂલી જઇ શકે છે. હવે બાળકોના ભવિષ્ય વિષે ઝડપથી આ કોરોનાકાળ દરમિયાન નિર્ણય લેવાનો સમયથી આવી ગયો છે.