વર્તમાન ચાલી રહેલ આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સનુ પ્રદર્શન કંગાળ રહ્યુ છે. ખુદ કેપ્ટન ધોની પણ કોઈ ખાસ કમાલ બતાવી શક્યો નથી. જોકે ધોનીના ખરાબ પ્રદર્શનના કારણે સોશ્યલ મીડિયા પર તેમની માસૂમ પુત્રી પર કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીથી ક્રિકેટ ચાહકોમાં રોષ ફાટી નિકળ્યો છે.
ટિપ્પણી જાણ થતાં પોલીસે ધોનીના રાંચી અને સિમલિયા ખાતે આવેલા ઘરોની સુરક્ષા વધારી દીધી છે. ઉલ્લેખનીય છે કે ધોનીની પત્ની સાક્ષીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કોઈએ ધોનીની પુત્રી પર અભદ્ર કોમેન્ટ કરીને માથુ શરમથી ઝુકી જાય તેવી ધમકી આપી હતી.
પોલીસનુ કહેવુ છે કે, ધમકી આપનારા આરોપીઓની તપાસ ચાલી રહી છે. ધોનીના બંને ઘરની આસપાસ પોલીસ પેટ્રોલિંગ પણ વધારી દેવાયુ છે. બીજી તરફ ઝારખંડ ક્રિકેટ એસોસિએશને આ ઘટનાની નિંદા કરીને કોમેન્ટ કરનારાઓ સામે આકરી કાર્યવાહી કરવાની માંગણી કરી છે. એસોસિએશનનુ કહેવુ છે કે, ધોનીએ વારંવાર દેશનુ માથુ ગર્વથી ઉંચુ રહે તેવી રમત રમી બતાવી છે. તેના પરિવારને નિશાન બનાવનારા તત્વો પર આકરી કાર્યવાહી કરવામાં આવે