ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં પ્રત્યેક વ્યક્તિ માથાદીઠ દૈનિક રૂપિયા ૧૭૮.૫૭નું વેતન મેળવે છે. ગ્રામીણ વિસ્તારોમાં માથા દીઠ દૈનિક વેતનનું ગુજરાતનુંં આ પ્રમાણ અન્ય રાજ્યોની સરખામણીમાં ખૂબ જ ઓછું છે. હરિયાણાના ગ્રામીણ વિસ્તારોમાં માથા દીઠ દૈનિક વેતન સૌથી વધુ રૂપિયા ૨૮૬.૩૭, જ્યારે કેરળમાં રૂપિયા ૨૭૪.૨૯ છે. અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોનું ઓછું માથાદીઠ વેતન ચિંતાનો વિષય છે.

      રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષથી માથાદીઠ વેતનના પ્રમાણમાં પણ સાધારણ વધારો નોંધાયો છે. નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં રૂપિયા ૧૭૭.૩૪, ૨૦૧૮-૧૯માં રૂપિયા ૧૭૪.૩૭ જ્યારે ૨૦૧૯-૨૦માં તે રૂપિયા ૧૭૮.૫૭ નોંધાઇ છે. આ સ્થિતિએ ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારમાં માથા દીઠ માસિક વેતન રૂપિયા ૫૩૫૭ છે. દેશના આઠ રાજ્યો એવા છે જ્યાં ગ્રામીણ વિસ્તારમાં માથા દીઠ વેતન રૂપિયા ૨૦૦થી વધારે છે.

      જેમાં હરિયાણા-કેરળ ઉપરાંત આંધ્ર પ્રદેશ, કર્ણાટક, મિઝોરમ, પંજાબ, ગોવા, આંદમાન નિકોબારનો સમાવેશ થાય છે. આ પૈકી આંધ્ર પ્રદેશમાં વર્ષ ૨૦૧૭-૧૮માં ગ્રામીણ વિસ્તારમાં માથા દીઠ વેતનનું પ્રમાણ માત્ર રૂપિયા ૧૫.૪૯ હતું અને તે ૨૦૧૯-૨૦માં વધીને રૂપિયા ૨૦૩.૧૫ થઇ ગયું છે. હરિયાણામાં માથા દીઠ વેતનનું આ પ્રમાણ દર વર્ષે સતત નોંધપાત્ર રીતે વધી રહ્યું છે. વર્ષ ૨૦૧૭-૧૮માં રૂપિયા ૧૫.૪૯, વર્ષ ૨૦૧૮-૧૯માં રૂપિયા ૧૯૮.૮૩ અને ૨૦૧૯-૨૦માં રૂપિયા ૨૦૩.૧૫ વેતન નોંધાયું છે. ગ્રામ્ય વિસ્તારમાં સૌથી ઓછું દૈનિક વેતન હોય તેમાં રૂપિયા ૧૫૩.૯૧ સાથે તેલંગણાનો સમાવેશ થાય છે.

     ગ્રામીણ વિસ્તારમાં માસિક માથા દીઠ ખર્ચ કરવાની વાત કરવામાં આવે તો સમગ્ર દેશમાં આ પ્રમાણ ૧૪૩૦ છે. ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં પ્રતિ મહિને માથા દીઠ રૂપિયા ૧૫૩૬ નો ખર્ચ કરવામાં આવે છે. આ પ્રમાણે ગુજરાતમાં પ્રતિ વ્યક્તિ મહિને રૂપિયા ૫૩૫૭નું વેતન મેળવે છે અને તેની સામે તે રૂપિયા ૧૫૩૬નો ખર્ચ કરે છે. લક્ષદ્વીપમાં માથાદીઠ માસિક ખર્ચનું પ્રમાણ સૌથી વધુ રૂપિયા ૨૯૨૪, દિલ્હીમાં રૂપિયા ૨૭૬૨, આંદમાન નિકોબારમાં રૂપિયા ૨૭૧૨, ચંદીગઢમાં રૂપિયા ૨૬૩૩ છે.હવે ગુજરાતના ગામડાઓના કામદાર લોકસમુદાયએ નિર્ણય લેવાનો સમય પાકી ગયો છે તમને શું લાગે છે.