વાંસદા: તા.૦૩/૦૯/૨૦૨૦ ના દિને ગુરુવારનાં રોજ કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટ અને એકલનારી શક્તિ મંચ ગુજરાતના સયુંકત ઉપક્રમે વાંસદા તાલુકાના મામલતદાર શ્રી મતી વાય.એસ.શેખને વાંસદા તાલુકાનાં વિધવા બહેનોની અટકાયેલી વિધવા સહાય સત્વરે જમા થાય અને બીજા વિધવા બહેનોને વિધવા સહાય સમયસર મળે તે હેતુથી આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
મામાલદારશ્રી ત્વરિત આ સંદર્ભે કામગીરી હાથ પર લેતા હાજર રહેલી બહેનોની નજર સમક્ષ કાર્જવાહી કરી અને 20 બહેનોના અટકાયેલા પેન્શનની સમાજ સુરક્ષા વિભાગ સાથે રહીને તપાસ હાથ ધરી અને પેન્શન જમા કરાવ્યું. તેમજ બીજા બહેનોને સમયસર સહાય મળી રહે તેની બાહેંધરી આપી હતી.
છેલ્લા એક મહિનાથી વાંસદા, ખેરગામ અને ચીખલીમાં એકલ મહિલાઓની સાથે લોક પેરવી કરતા જાણવા મળ્યું કે ત્રણ તાલુકામાં 5000 થી પણ વધારે વિધવા બહેનો છે. જે Rs.1250/- જેટલી વિધવા સહાય માટે પાત્રતા ધરાવે છે. જે વિધવા બહેનોને પોતાના જીવનધોરણ ચલાવવામાં મદદરૂપ થાય છે, પણ કેટલીક બહેનોને સરકારી તંત્રનાં ભરડામાં આ સહાય મળતી નથી જો આ સહાય સમયસર મળતી થાય તો એમનાં કેટલાક નજીવા કામો પાર પાડી શકે અને જીવનનું ગુજરાન ચલાવી શકે તેમ છે.
કોહેઝન ફોઉન્ડેશન ટ્રસ્ટ છેલ્લા 10 વર્ષથી મહિલાઓ, બાળકો, યુવાનો અને જળ-જંગલ-જમીનના અધિકારો તેમજ આદિવાસી સંસ્કૃતિનાં જતન માટે નવસારી જિલ્લાના વાંસદા, ખેરગામ અને ચીખલી તાલુકાનાં 52 ગામોમાં કાર્યરત છે કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટ પ્રેરીત ઉજાસ મહિલા સંગઠન મહિલાઓની મહિલા ખેડૂત તરીકેની ઓળખ ઉભી થાય. મહિલા તરીકેની ઓળખ ઉભી થાય તેમજ આદિવાસી મહિલા તરીકેની ઓળખ ઉભી થાય તે માટે હંમેશને માટે પ્રયત્નશીલ છે અને રહેશે.
સમાજમાં જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ બનતા આવા સામાજિક સંગઠનો અને ત્વરિત નિર્ણય લેતા આવા આધિકારીઓ પ્રસંશાપાત્ર હોય છે.