નર્મદા: ડેડીયાપાડામાં રીનોવેશન કરેલ BRC ભવનને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી જે.એમ.પટેલ.સાહેબના વરદ હસ્તે રીબીન કાપીને ખુલ્લું મુકવામાં આવ્યું હતું આ કાર્યક્રમ થયા બાદ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું. જેમાં તા.પ્રા.શિ.અ., બી.આર.સી.કો.ઓ. તથા તમામ સી.આર.સી.કો.ઓ. મીટીંગમાં ઉપસ્થિત રહ્યા. આ મીટીંગમાં ગુણોત્સવ, ગુણવત્તાલક્ષી શિક્ષણ વર્તમાનમાં ચાલી રહેલી મહામારીમાં હોમ લર્નિગ શિક્ષણ અને અહીંના સ્થાનિક આદિવાસી વિસ્તારોમાં શિક્ષણને કેવી રીતે વધુ અસરકારક બનાવી શકાય તે વિષય પર મનોમંથન કરી મુખ્યત્વે આઠ જેટલા મુદ્દાઓ ચર્ચા કરી અમલમાં મુકવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો જેમ કે….

૧) શાળા સમય દરમ્યાન ૫૦ટકા શિક્ષકોએ શાળામાં હાજર રહેવું.
૨) નેટવર્ક ન આવતું હોય તો ફળિયા શિક્ષણ દ્વારા શિક્ષણ આપવું.
૩) શિક્ષકે દિવસમાં ઓછામાં ઓછા ૧૫ ફોન ( વિદ્યાર્થી/વાલીને) કરવા.
૪) શિક્ષક શ્રી એ દરરોજ શું કામ કરે છે તેની ટુકી નોંધ કરવી દૈનિક નોંધ પોથી લખવી.
૫) શાળા માં કિચન ગાર્ડન વિકસાવવું.
૬) આ લોકડાઉન ના સમયમાં શિક્ષક શ્રી એ પોતે જે વિષય શિખવે છે તેમા વધારે પારંગત થવું.
૭) એકમ કસોટી ની નોટબુક વ્યવસ્થિત રીતે લખેલી તથા તપાસેલી હોવી જોઈએ.
૮) સાહેબ દરેક શાળાની મુલાકાત લેશે. તૈયારી રાખવી.

     હાલમાં ચાલી રહેલા કોરોના કાળમાં શિક્ષણની જ્યોતિને ડેડીયાપાડા જેવા આદિવાસી વિસ્તારોમાં પ્રજ્વલિત રાખવા માટેના આ કાર્યક્રમ રૂપી પ્રયાસ ખરે ખર સરાહનીય છે. જાગૃત અધિકારીઓ દ્વારા શિક્ષણ અને વિદ્યાર્થીના હિત માટે અત્યંત જરૂરી આઠ મુદ્દાઓ પર કામ કરવાનો નિર્ણય ખરેખર નવનિર્માણનો છે એમ કહવુ ખોટું નથી.