દેશમાં કોવીડ19 માટે અનલોક ત્રણની પ્રક્રિયા દરમિયાન નવી ગાઈડ લાઈન માં સ્કૂલો,કોલેજો બંધ રાખવાના આદેશો થયા છે. સ્કુલ કોલેજ ૩૧ ઓગસ્ટ સુધી બંધ છે પરંતુ હાલમાં કર્મચારીઓ એ સ્કુલ, કોલેજ માં જઈને ઓનલાઈન શિક્ષણ આપવાનું છે. ત્યારે ગુજરાતના આદિવાસી વિસ્તારોની સ્કુલમાં કે કોલેજમાં મોબાઈલ સોફ્ટવેર કે ટેકનીકલ સગવડો કોઈ પણ પુરતી સુવિધા ઉપલબ્ધ નથી. આવા સંજોગો માં આદિવાસી બાળકોના શિક્ષણ શું ? એ ખરેખર વિચારશીલ અને ચિતાંજનક પ્રશ્ન છે
દ.ગુજરાતમાં સુરત અને હવે નવસારી,ભરૂચ નર્મદા, ડાંગ અને વલસાડમાં કોરોના ના કેસ વધતા જાય છે.સ્કુલ કોલેજો બંધ રાખવાનો મૂળ હેતુ અપડાઉન અને મોટી સંખ્યામાં લોકો ને ભેગા થતા અટકાવવાનો છે. હવે જો સ્કૂલો ચાલુ રાખો તો કર્મચારીઓએ અપડાઉન કરવું જ પડે. સામાજિક કાર્યકર્તા અને આદિવાસી સમાજ વ્યવસ્થાને જાણનારા ચિંતિત છે કે શિક્ષણના ખાનગી કારણ પછી શિક્ષણમાં ગરીબ આદિવાસી ગ્રામીણ બાળકોની ઉપેક્ષામાં વધારો થયો હતો અને અધૂરામાં પૂરું ઓનલાઈન એજ્યુકેશનના લીધે આદિવાસી સમાજમાં ઘણી કપરી સ્થિતિ સર્જાય છે.
આદિવાસી ગ્રામ્ય વિસ્તારની એક કોલેજ દ્વરા પૂર્ણ સ્વરૂપે ઓનલાઈન એજ્યુકેશન શરુ કરી દેવાયું છે. ત્યારે આદિવાસી ઘરોમાં જેટલા છોકરા હોય એટલા મોબાઇલ એ પણ સ્માર્ટ ફોન ન પણ હોય તો શું કરી શકાય આનો કોઈ જવાબ આપડી પાસે નથી .ગુજરાતના આદિવાસી અંતરિયાળ વિસ્તારના ગામડાઓમાં વરસાદના કારણે સ્કુલ સુધી રસ્તાઓ ધોવાઇ ગયા છે તેમ ટેકનીકલ રસ્તાઓ પણ સરળ નથી જ્યાં માંડ માંડ શિક્ષણ પોહચ્યું હતું ત્યાં હવે ઓનલાઈન થી શિક્ષણ સફળ પહોચવાનો પણ વિચાર કરવો એ કેટલા અંશે સાર્થકતા પામી શકે. દક્ષેશ ભોયા