આજ રોજ વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા બેરોજગારી મુદ્દે વલસાડના કલેક્ટર અને વલસાડ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.
આ આવેદનમાં માંગ કરવામાં આવી કે દેશના ભાવિ એવા યુવાનોને સરકાર રોજગાર આપે, પ્રદેશમાં રોજગારની તકો ઉભી કરવામાં આવે. આ કાર્યવાહીમાં વલસાડ જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા શ્રી ધર્મેશભાઈ પટેલ, વલસાડ જિલ્લા કોંગ્રેસ નવ નિયુક્ત NSUI પ્રમુખ દશરથ કડું, કપરાડા યુથ કોંગ્રેસ પ્રમુખ શ્રી રોનક શાહ, વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ મહામંત્રી શ્રી રાહુલ શેખ, વલસાડ જિલ્લા કોંગ્રેસ યુથ પ્રભારી હિરેન કથારીયા, તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ શ્રીમતી પાયલબેન પટેલ, ધરમપુર તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ કલ્પેશ પટેલ, વાપી શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ વરુણ સિંહ ઠાકોર, કપરાડા તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ મનુ જાદવ, પાટડી તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ, વલસાડ શહેર યુથ કોંગ્રેસ મહામંત્રી વિજય ટંડેલ, જિલ્લા મીડિયા ઇન્ચાર્જ શ્રી કયુમ ભાઈ, વલસાડ તાલુકા સોશિયલ મીડિયા ઓડીટર દીપક પારેખ, ધરમપુર સોશિયલ મીડિયા કોડિનેટર હેમંત પટેલ, તથા જિલ્લા તાલુકાના યુથ કોંગ્રેસના ભાઈઓ- બહેનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
છેલ્લા બે દિવસ દરમિયાન બેરોજગારીનો મુદ્દો જ્યારે સ્થાનિક ક્ષેત્રમાં વધારે ચગ્યો છે ત્યારે વિરોધ પક્ષ આવો મોકો જવા દેવાના મુડમાં બિલકુલ નથી. આ મુદ્દાને આગળ રાખીને કોંગ્રેસે સત્તાપક્ષને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. હવે જોવું રહ્યું કે સરકાર આ મુદ્દે કયો નિર્ણય લે છે.
BY બિપીનભાઈ રાઉત