દક્ષિણ ગુજરામાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચુંટણીની બુંગ ફુંકાઈ ગયા છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં ભાજપ, કોગ્રેસ, આપની સાથે સાથે આ વખતે ભારતીય ટ્રાઈબલ પાર્ટી પણ ઉતરી રહી છે. BTP આ વખતે સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં અન્ય પક્ષોને ટક્કર આપશે એ વાત નક્કી છે કેમ કે આપણે જાણીએ છીએ તેમ દક્ષિણ ગુજરાતનો વિસ્તાર આદિવાસી વિસ્તાર છે અને BTPનું અહી આ વખતે જોરદાર પ્રભુત્વ જોવા મળી શકે છે.
ગઈ કાલે ભારતીય ટ્રાઈબલ BTP પાર્ટીના કાર્યકર્તાઓએ વાંસદા તાલુકાના અને અન્ય તાલુકામાં BTP અને BTSના હોદ્દેદારો સાથે સભા યોજી આવનાર ચુંટણીમાં ભારતીય ટ્રાઈબાલ પાર્ટીના ઉમેદવારો વાંસદા તાલુકામાં ઉમેદવારી કરીને એમને ચુંટી કાઢવાની રણનીતિ બનાવવામાં આવી હતી.
વાંસદા તાલુકામાં મળેલી જનસભામાં BTP પાર્ટીના જિલ્લા પ્રમુખ નાનુભાઈ પટેલ મહામંત્રી અમરતભાઈ નવસારી BTS પ્રમુખ પંકજભાઈ પટેલ વાંસદા BTSના પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ વાંસદા BTP પ્રમુખ નરેશભાઈ ગાયકવાડ ચીખલી તાલુકા BTS પ્રમુખ નીરવભાઈ પટેલ ચીખલી તાલુકા BTP પ્રમુખ પંકજભાઈ પટેલ નવસારી તાલુકા BTS શહેરના પ્રમુખ વિજયભાઈ પટેલ વાંસદા તાલુકાના BTS મહિલા પ્રમુખ સીતાબેન વાંસદા BTP મહિલા પ્રમુખ ઇન્દુબેન તેમજ તમામ હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. હવે આવનારો સમય જનમતનો નિર્ણય લઈને આવશે.