ખેરગામ: ઝારખંડના ઉલીહાતુમા 15 નવેમ્બર 1875મા જન્મેલા અને અંગ્રેજો તેમજ વ્યાજખોરોના આતંક લડતાં લડતાં માત્ર 25 વર્ષની ઉંમરે પોતાના પ્રાણોની આહુતિ આપી દેનાર બિરસા મુંડાજીનો આદિવાસી સમાજમા અનોખો મહિમા છે. સમગ્ર દેશભરમા ઠેરઠેર એમની 150 મી જન્મજયંતિ ખુબ જ ભવ્ય રીતે ઉજવવામાં આવી ત્યારે ખેરગામ તાલુકાના પ્રવેશદ્વાર સમાન જનતા હાઈસ્કૂલ સામે મુકવામાં આવેલી ભવ્ય પ્રતિમા સામે આજે સમસ્ત આદિવાસી સમાજ, નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ અને તમામ પક્ષ તેમજ સામાજિક હોદ્દેદારો દ્વારા બિરસા મુંડાજીને ફુલહાર કરી એમને આદરંજલિ અર્પણ કરવામાં આવી હતી.

આ પ્રસંગે મીડિયા સાથેની વાતચીતમા ડો.નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યું હતું કે ખેરગામ એ ક્રાંતિની ભૂમિ છે અને સમગ્ર રાજ્યમાં સૌથી પહેલી મોટામાં મોટી પ્રતિમા ખેરગામમા સ્થાપિત કરવામાં આવી હતી અને એમના પગલે ચાલી યુવાનો અન્યાય-અત્યાચાર સામે ખુલીને અવાજ ઉઠાવે અને ભયભીત થયાં વગર સત્ય બોલે એ જરૂરી છે.

આ પ્રસંગે ભાજપાના નવસારી જિલ્લા આદિજાતી મોરચા પ્રમુખ અરવિંદ પટેલ, ખેરગામ તાલુકા સમસ્ત આદિવાસી સમાજ પ્રમુખ મિન્ટેશ પટેલ, કીર્તિ પટેલ, દલપતભાઈ, વિજય કટારકર, સરપંચ ઝરણાબેન ધર્મેશભાઈ, માજી સરપંચ અશ્વિનભાઇ, ડો.પંકજભાઈ, ઉત્તમભાઈ, માજી સરપંચ ધર્મેશભાઈ, જીતેન્દ્ર, નારણભાઇ, ઠાકોરભાઈ, ધનસુખભાઇ, ભૌતેષભાઈ, જનકભાઈ, કનુભાઈ, ઈશ્વરભાઈ, રાકેશભાઈ, શૈલેષભાઇ સભ્ય, મુકેશભાઈ તીઘરા, જયેશભાઇ એલઆઇસી, વિનોદભાઈ, હર્ષદભાઈ, મુકેશભાઈ, જીગ્નેશ પ્રધાન, નારણભાઇ એલઆઇસી, તિલકભાઈ, ભાવેશ, ભાવિન, જીગ્નેશ, જયમીન, કમલ, પિયુષ, ઉમેશભાઈ વાડ, ઉમેશભાઈ મોગરાવાડી, કાર્તિક, પથિક, અક્ષિત, જીગર, પ્રિતેશ, મયુર, હિરેન, ભાવેશ અટગામ, વિષ્ણુ, શેફાલી, રાકેશ, શીલાબેન, નિતા, મનાલી, ભાવિકા, વિભૂતિ, અમિષા, શીતલ, આશિકા, બિંદુ, ધ્રુવી વગેરે સહિત મોટી સંખ્યામાં અબાલવૃદ્ધ લોકો ઉપસ્થિત રહ્યા હતાં.