વલસાડ: ધરમપુરમાં બે દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાની સવારી આવી પહોંચી છે. હાલમાં ધરમપુરમાં વરસાદ મન મૂકી વરસ્યો છે ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. નગરના ખુલ્લા સ્થાનોએ પાણીના તળાવોનું સ્વરૂપ ધારણ કરી લીધી છે નગરના વાહનચાલકોને વરસતા વરસાદમાં હેડ લાઈટ ચાલુ રાખીને નીકળવાની ફરજ પડી છે.
નગરમાં આજ શુક્રવારે દિવસ દરમિયાન ધીમું વરસાદી વાતાવરણ હતું બાદ રાત્રે ઝાપટા ભેર ધોધમાર વરસાદ શરૂ થયો હતો.સતત વરસેલ વરસાદના કારણે ધરમપુર બસ સ્ટેન્ડ સહિતના અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા. કેટલીક જગ્યાએ વધુ પાણી ભરાતા જનજીવન પણ અસરગ્રસ્ત થયું હતું. આખો દિવસ વરસાદ પડતો રહેતા વાતાવરણ ભેજમય રહ્યું છે. પણ વરસાદના કારણે કોઈ અનિચ્છનીય ઘટના બન્યાનું ધ્યાને આવ્યું ન હતું.
ધરમપુર નગરમાં બારે મેઘ ખાંગા થયાં હોય તે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. શુક્રવારે સવારથી ધીમે ધીમે શરૂ થયેલા વરસાદ અટકવાનું નામ નથી લેતો તે રીતે અવિરત વરસાદે સર્વત્ર પાણી પાણી કરી નાખ્યું છે. સતત વરસાદી હેલી ને કારણે જળબંબાકાર સ્થિતિ ઉદભવી હતી. નીચાણવાળા વિસ્તારો પાણી નિકાલ ના અભાવે પાણી પાણી થયાં હતાં. ઘણી જગ્યાએ જળભરાવના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.