નવી દિલ્લી: જંતર-મંતર ખાતે સિટિઝન્સ ફોર જસ્ટિસ એન્ડ પીસના પ્રદર્શન દરમિયાન એક મહિલા પ્રદર્શનકારીને લાફો મારતા એડિશનલ ડીસીપી (DCP) સંદીપ લાંબાને જંતર-મંતર ખાતેની સિક્યોરિટી અને સુરક્ષા ફરજ પરથી દૂર કરી દીધા છે.

Decision News ને મળેલી જાણકારી મુજબ દિલ્લીના ઐતિહાસિક વિરોધ સ્થળ જંતર-મંતર ખાતે સિટિઝન્સ ફોર જસ્ટિસ એન્ડ પીસના પ્રદર્શન દરમિયાન બનેલી એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં એક પોલીસ અધિકારી એક મહિલા પ્રદર્શનકારીને લાફો મારતા નજરે પડે છે, જેને લઈને ભારે વિવાદ અને વિરોધ ઊભો થયો છે. આ ઘટના બાદ દિલ્હી પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. પોલીસે તાત્કાલિક પગલાં લેતાં ઘટનામાં સામેલ એડિશનલ ડીસીપી (DCP) સંદીપ લાંબાને જંતર-મંતર ખાતેની સિક્યોરિટી અને સુરક્ષા ફરજ પરથી દૂર કરી દીધા છે.

દિલ્હી પોલીસના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, સંદીપ લાંબાને સુરક્ષા બંદોબસ્તમાંથી હટાવીને તેમની મૂળ (જૂની) ફરજો પર પરત મોકલી દેવામાં આવ્યા છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here