નવી દિલ્હી: શરીરથી ભલે સધારણ લાગે, પરંતુ પોતાના બુલંદ અવાજ અને સ્પષ્ટ વક્તા તરીકેની શૈલીથી ભલભલાને ઉત્તર આપવા મજબૂર કરી દેતા દેશના જાણીતા વિદ્યાર્થી નેતા આઈશે ઘોષનો ગઈકાલે જન્મદિવસ હતો. વિદ્યાર્થી રાજકારણમાં માત્ર હોદ્દાથી નહીં, પરંતુ આંદોલનો અને જાહેર ચર્ચાઓમાં ઉઠાવેલા પ્રશ્નોથી પોતાની અલગ ઓળખ બનાવનાર આઈશે ઘોષ ભારતીય વિદ્યાર્થી રાજકારણનો એક અત્યંત નોંધપાત્ર ચહેરો ગણાય છે.

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) વિદ્યાર્થી સંઘના પ્રમુખ તરીકે કાર્યકાળ દરમિયાન આઈશે ઘોષે અનેક મુદ્દાઓ પર અવાજ ઉઠાવ્યો હતો. શિક્ષણના વધતા ખર્ચ સામેના આંદોલનો, CAA-NRC વિરોધ અને તાજેતરમાં 2026ના મતદાર યાદી સંબંધિત મુદ્દાઓ પર તેમણે વિદ્યાર્થીઓ અને નાગરિકોના હિતમાં અવાજ બુલંદ કર્યો છે. જાન્યુઆરી 2020માં JNU કેમ્પસમાં થયેલી હિંસા દરમિયાન આઈશે ઘોષ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તે સમયે લોહીલુહાણ હાલતમાં આવેલી તેમની તસવીરે સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું હતું અને તેમને દેશભરમાં એક મજબૂત આંદોલનકારી નેતા તરીકે ઓળખ અપાવી હતી. વિદ્યાર્થી આંદોલનોમાં સક્રિય રહ્યા બાદ તેમણે ચૂંટણી રાજકારણમાં પણ પ્રવેશ કર્યો. હાલમાં તેઓ સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SFI)ના રાષ્ટ્રીય સંગઠનાત્મક કાર્યોમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

લોકશાહી અને પ્રશ્નો પૂછવાનો અધિકાર: કોઈપણ વ્યક્તિ કે નેતાની વિચારધારા સાથે સહમત કે અસહમત થવું એ દરેક નાગરિકનો લોકશાહી અધિકાર છે. પરંતુ શિક્ષણની સમાન તક, વિદ્યાર્થીઓના અધિકારો, અભિવ્યક્તિની સ્વતંત્રતા અને લોકશાહી સંસ્થાઓની સ્વાયત્તતા જેવા વિષયો પર પ્રશ્નો પૂછવા એ લોકશાહીના રક્ષણ માટે અત્યંત જરૂરી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here