ધરમપુર:  ગતરોજ ધરમપુર તાલુકાના એકદમ અંતરિયાળ અને ગુજરાત-મહારાષ્ટ્રની સરહદ પર આવેલા ખોબા ગામે ભારે વરસાદના કારણે હોનારત જેવી સ્થિતિ સર્જાઈ છે. અહીં નદીકાંઠે આવેલી પ્રાથમિક શાળાની પ્રોટેક્શન વાલ ભારે વરસાદના ધસમસતા પ્રવાહને કારણે તૂટી પડી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને સ્થળ પર ધારાસભ્ય અરવિંદ પટેલે રૂબરૂ મુલાકાત લઈ પરિસ્થિતિનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું.

અરવિંદ પટેલનું કહેવું છે કે ચોમાસાની ઋતુમાં શાળાના બાળકો માટે કોઈ જોખમ ઊભું ન થાય અને તેમની સુરક્ષા જળવાઈ રહે તે બાબતને સૌથી વધુ પ્રાથમિકતા આપવામાં આવી છે. આ સંદર્ભે સંબંધિત વિભાગના અધિકારીઓને સ્થળ પર જ તાત્કાલિક જરૂરી કાર્યવાહી હાથ ધરવા અને તૂટી ગયેલી દીવાલનું વહેલી તકે પુનઃનિર્માણ સુનિશ્ચિત કરવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે.

વધુમાં.. સરહદી અને અંતરિયાળ વિસ્તાર હોવા છતાં ગામના બાળકોના શિક્ષણ અને સુરક્ષામાં કોઈ ખામી ન રહે તે માટે પ્રશાસન કટિબદ્ધ છે. શાળાના બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જરૂરી હોય તેવા તમામ યોગ્ય પગલાં ઝડપથી લેવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here