ધરમપુર : યુવાનોને યોગ્ય દિશા, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને કારકિર્દીની નવી તકો મળી રહે તથા તેમના ઉજ્જવળ ભવિષ્યનો પાયો મજબૂત બને તેવા ભગીરથ હેતુસર ધરમપુર તાલુકાના તામછડી ગામ ખાતે ‘તામછડી યુવા માર્ગદર્શન સેમિનાર 2026’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ સેમિનારમાં મુખ્યત્વે શિક્ષણ, કારકિર્દી ઘડતર, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ, કૌશલ્ય વિકાસ (Skill Development) અને વ્યક્તિત્વ વિકાસ અંગે ઉપસ્થિત યુવા મિત્રોને નિષ્ણાત માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. તારીખ: 31 ઓક્ટોબર 2026, શનિવાર સમય: સાંજે 4:00 થી 6:00 વાગ્યા સુધી સ્થળ: તામછડી ગામ, ધરમપુર તાલુકો, જિલ્લો વલસાડ ‘શિક્ષિત યુવાન • સશક્ત ગામ • સમૃદ્ધ ગુજરાત’ ના સૂત્રને ચરિતાર્થ કરવા માટે તામછડી તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના તમામ યુવા મિત્રો, વિદ્યાર્થીઓ અને વાલીઓને આ સેમિનારમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા આયોજકો દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આ સેમિનારના પ્રણેતા અને માર્ગદર્શક તરીકે શિક્ષક, શિક્ષણવિદ્, લેખક તેમજ ‘ગ્લોબલ ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ’ (GGVT) ના ફાઉન્ડર એન્ડ પ્રેસિડેન્ટ અને ‘સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાત’ ના મહામંત્રી તેજસ પટેલ ઉપસ્થિત રહેશે. તેઓ યુવાનોને પ્રેરણા પૂરી પાડતા જણાવે છે કે,યોગ્ય માર્ગદર્શનથી યુવાનોની છૂપી ક્ષમતાને નવી દિશા અને તેમના સપનાઓને નવી ઊંચાઈ મળી શકે છે.











